જસદણના નવાગામમાં આવેલ પશુધનમાં ગાંઠીયો રોગચાળો ફાટી નીકળતા નાના મોટા છ પશુઓના મોત થતા આખરે તંત્ર હરકતમાં આવતા બે દિવસ પછી બુધવારે તાબડતોબ એક કેમ્પ યોજી એક હજારથી વધુ ઘેટા બકરા, ગાય, ભેંસ, વાછરડા, વાછરડી જેવા પશુઓને રસી અપાઈ હતી.
ગ્રામ્ય વિસ્તારનાં પશુઓને ચોમાસામાં કેટકેટલાય રોગો કનડતા હોય છે. અમુક રોગોમાં પશુઓને યોગ્ય સારવાર ન મળે તો તે થોડા કલાકોમાં મૃત્યુ પામે છે. આવો જ ગાંઠીયો રોગચાળો નવાગામમાં બે દિવસ પહેલા પ્રસરતા જુદી જુદી જગ્યાઓપર છ પશુઓના મોત નિપજતા નવાગામના સામાજીક કાર્યકર રણછોડભાઈ પરમારને થતા તેઓએ આ અંગે પશુ તંત્ર સાથે સંકળાયેલાઓને ફરિયાદ કરી આખરે તંત્ર હરકતમાં આવી નવાગામમાં એક કેમ્પ ગોઠવ્યો હતો. તેમાં પશુઓને જરૂરી સારવાર આપી હતી.