મ્હે પોલીસ અધિક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબનાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી./જુગારની પ્રવૃતિને સદંતર નેસ્તનાબુદ કરી પ્રોહી./જુગારના કેશો શોેધી કાઢવા માટે કડક સુચના આપેલ હોય જે સુચના આધારે એસ.ઓ.જી.ના ઈચા.પો. ઈન્સ. એલ.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફના પો.સ.ઈ. એચ.એમ.રાણા સા.તથા એ.એસ.આઈ. ધનશ્યામભાઈ મસીયાવા, દાદુભાઈ જાડેજા, રણજીતસિંહ રાઠોડ તથા પો.કોન્સ.સંજયસિંહ ઝાલા તથા હરદેવસિંહ પરમાર તથા મ.પો.કો.સંગીતાબા તથા પ્રિયંકાબેન વિગેરે સ્ટાફના માણસો સુરેન્દ્રનગર સીટી એ.ડીવી.પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ.
મહિપતસિંહને મળેલ બાતમી હકીકત આધારે આરોપી વલીમહમદ શાનજયપુરી શેખ જાતે.મુ.માન ઉ.વ.૨૭ રહે. લક્ષ્મીપરા શેરીનં-૧ ચોકમાં ચરમાળીયાદાદાનાં મંદીર પાસે બીપીનભાઈ વાણંદનાં મકાનમાં ભાડેથી સુરેન્દ્રનગરવાળાએ પોતાના રહેણાક મકાને ગે.કા.પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ આર્મ્સ રીયલ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની કાચની બોટલો શીલ બંધ-૨૪ કિ.રૂ.૭૨૦૦/- નો મુદામાલ રેઈડ દરમ્યાન પકડી પાડી આરોપી વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી એ.ડીવી.પો.સ્ટે.ખાતે પ્રોહીબીશન ધારાનો ગુન્હો રજી. કરાવેલ છે.