જમાત ઉલ દાવા પર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ અને પાકિસ્તાનની સરકારે વર્ષની શરૂઆતમાં જ પ્રતિબંધ લગાવ્યા હતા: ઈમરાન ખાનની નવી સરકાર સામે હાફિઝ સઈદ રાજકીય ખતરો
મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ શઈદના સંગઠન જમાત ઉલ દાવા અને તેના સહયોગી સંગઠન ફલાહી ઈન્સાનીયત ફાઉન્ડેશન પરથી પાકિસ્તાનની વડી અદાલતે પ્રતિબંધ હટાવ્યો છે ! પાકિસ્તાની વડી અદાલતના બે ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ઈમરાન ખાનની સરકાર આવ્યા બાદ વડી અદાલતે લીધેલો આ નિર્ણય રાજકારણમાં અતિ ચર્ચીત બની રહ્યો છે. અગાઉ પાકિસ્તાની સરકારે હાફિઝ શઈદ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હાફિઝ શઈદની ઘણી સંસ્થાઓ પર સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે પણ લગામ લગાવી હતી. હાફિઝ શઈદ પાકિસ્તામાં મોટુ નેટવર્ક ધરાવે છે. ભારત સામે અવાર-નવાર ઝેર ઓકે છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકી હુમલા પાછળ હાફિઝ શઈદનું કાવતરુ જવાબદાર છે. ભારતે આ પ્રશ્ન અવાર-નવાર ઉઠાવ્યો છે.
તા.૧લી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ અને પાકિસ્તાનની સરકારે હાફિઝની સરકાર પર પ્રતિબંધ લગાવ્યા હતા. તે સાથે જ હાફિઝની સંસ્થાને ફંડ આપવા પણ રોક આવી ગઈ હતી. સુરક્ષા પરિષદે અગાઉ અલકાયદા, તહરીકે તાલીબાન, લશ્કર-ડાંઘવી, લશ્કર એ તોયબા અને જમાત ઉલ દાવા સહિતના ઘણા સંગઠનો સામેલ છે.