સૌરાષ્ટ્રની તમામ પાંજરાપોળ ગૌશાળા અને પદાધિકારીઓનું તા.૭ના રોજ મેગા સંમેલન: અબતક સાથેની મુલાકાતમાં આયોજકોએ આપી કાર્યક્રમની રૂપરેખા
રાજયમાં ૬૦૦ થી વધુ પાંજરાપોળના ટ્રસ્ટીવર્ગો અથાક પુરુષાર્થથી બે લાખથી વધુ અબોલ જીવોનું જીવનપર્યત જતન કરે છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસચારાની ઉપલબ્ધતા જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્ર્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્ર્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે સૌરાષ્ટ્રની તમામ સંસ્થાઓના તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ કાર્યકર્તાઓ જીવદયા પ્રેમીઓ ભેગા થાય, મળે અને સતત મળતા રહે. એકબીજાનો સહકાર મળે તે માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના નવનિયુકત મેમ્બર ગીરીશભાઇ શાહના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ.) ના પદાધિકારીઓ જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો સકળ સંઘના ટ્રસ્ટીઓ જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીજી ગૌશાળા જામનગર રોડ નવા ક્રિકેટ સ્ટેડીયમ સામે રાજકોટ ખાતે તા. ૭/૫/૧૭ ને રવિવારના રોજ બપોરે ૩ કલાકેથી (સમયસર ખાતે યોજાનાર આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબનપ તરફ વાળવા ગૌ આધારીત સાંસ્કૃતિનું પુન:સ્થાપન ગૌચર વિકાસ ગૌ આધારીત કૃષિ આરોગ્ય અને પર્યાવરર્ણર્થે જાનજાગરણ ગૌપાલન જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથાહાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા પાંજરાપોળનીઆંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પશુ પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય માનવ માત્રમાં પક્ષીઓ પ્રાણીઓ પ્રત્યે વધુ કરુણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી પાકની રક્ષા માટે અહીંસક સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રસાચ પ્રસાર સહીતના અનેરો મુદા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે
આ સંમેલનમાં ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડ (અઘ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા) ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ, મોરબી ડીસ્ટ્રીકટ ગૌસેવા ફેડરેશનની શુભેચ્છા અન સહયોગ મળ્યો છે. આ સંમેલન અંગે આર્થિક સહયોગ અનુપમસિંહ ગહલોત રાજકોટ શહેર પોલીસ (સુરક્ષા સેતુ સોસાયટી) કીરીટભાઇ પટેલ (એન્જલ મોટર્સ રાજકોટ) નો મળ્યો છે. સમગ્ર આયોજન અંગેસમસ્ત વ્યવસ્થા શ્રીજી ગૌશાળાના ડો. પ્રભુદાસભાઇ તન્ના, રમેશભાઇ ઠકકર, વિનુભાઇ ડેલાવાળા, જયંતિભાઇ નગદીયા, ભુપતભાઇ છાંટબાર, ચંદુભાઇ રાયચુરા, દિલીપભાઇ સોમૈયા, ચંદ્રેશભાઇ પટેલ, જગદીશભાઇ બારૈયા, હરેશભાઇ બુઘ્ધદેવ(મુન્નાાભાઇ) ભાસ્કરભાઇ પારેખ, અમુભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ સહીતના ગૌપ્રેમીઓસંભાળી રહ્યા છે. રાજકોટ સૌરાષ્ટ્રની વિવિધ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટીઓ જૈન સંઘોના ટ્રસ્ટીઓ એસ.પી.સી.એ. ના પદાધિકારીઓ રસ ધરાવતા જીવદયા પ્રેમીઓએ વ્યવસ્થાનીઅનુકુળતા માટે મીતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) રાજુભાઇ શાહ (૯૪૦૮૨ ૫૧૯૩૧) વિનોદભાઇ કંટારીયા (૯૪૨૭૨ ૮૬૮૮૪) પ્રતિક સંઘાણી (૯૯૯૮૦ ૩૦૩૯૩) ધીરુભાઇ કાનાબાર (૯૮૨૫૦ ૭૭૩૦૬) નો સંપર્ક કરી નામ નોંધાવી લેવા જણાવાયું છે.