પડધરીના શ્રી વિજય રાઘવ હનુમાનજી મંદિરે ગઈકાલે બેઠક મળી હતી પી.સી. જાડેજા પ્રમુખ પડધરી તાલુકા રાજપૂત ક્ષત્રીય સમાજ, પી.ટી.જાડેજા અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આંતરરાષ્ટ્રીય પ્રમુખ, જે.પી. જાડેજા પ્રમુખ રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર, કૃષ્ણસિહ જાડેજા પ્રમુખ રાજપૂત કરણીસેના રાજકોટ જિલ્લો, જયરાજસિંહ જાડેજા માજીપ્રમુખ પડધરી તાલુકા પંચાયત, ગીરીરાજસિંહ જાડેજા પ્રમુખ સરપંચ એસો. પડધરી તાલુકા,ભગતસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય તથા સમાજના અન્ય આગેવાનો ચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજપૂત ક્ષત્રીય સમાજ રાજકોટ જિલ્લો તથા મોહનસિંહ ઝાલા ભાણુભા, ઘનશ્યામસિંહ જાડેજા, વી.પી. જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા વિરપર તથા સમાજના રાજકીય તથા સામાજીક આગેવાનો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ યુવાનો અને વડીલોની હાજરીમાં મીટીંગમાં મુખ્યત્વે આર્થિક મુદે અનામત એસસી.એસટી, એસીટી તથા સરસ્વતી સન્માન સમારોહ અને શસ્ત્રપૂજનની ચર્ચા કરવામાં આવી હતી.
તથા શ્રી રાજપૂત કરણી સેના પડધરી તાલુકામાં ભગીરથસિંહ જાડેજાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સર્વ સુવર્ણ સમાજને સાથે રાખી એક સમિતિની રચના કરી જાતિગત અનામત અને એસસી,એસટી, એસીટીના વિરોધમાં લડત આપવા માટેનું આયોજન કરેલ છે.