વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ ધર્મગુરુ ડો.સૈયદના અબુ જાફસ્સાદીક આલીકદર મુફદલભાઈ સાહેબ સૈફુદીનની ધર્મવાણી સાંભળવા પધારવાના છે. દેશમાં પ્રથમવાર એવી ઘટના બની રહી છે કે કોઈ ધર્મગુરુ અને વડાપ્રધાનનું ધાર્મિક જગ્યાએ મિલન થશે.
જોકે આ મિલનવેળા નરેન્દ્રભાઈ પણ પોતાનું વ્યકતવ્ય આપશે અને આ ઘટનાનું દેશ અને દુનિયાના દરેક વ્હોરા બિરાદરોને જોવા સાંભળવા મળે તે અંગે સેટેલાઈટ મારફત જીવંત પ્રસારણ થાય એવી તજવીજ પણ આયોજકો દ્વારા થઈ રહી છે.
ડો.સૈયદના સાહેબ ઈન્દોરમાં તા.૧૨ સપ્ટેમ્બરથી તા.૨૦ સુધી કરબલામાં આશરે ૧૪૦૦ વર્ષ પહેલા હ.ઈમામ હુસૈન (અ.સ) અને તેમના ૭૨ સગાસાથીઓએ આપેલ ભવ્ય કુરબાનીની બલિદાન ગાથા રજુ કરી રહ્યા છે. શુક્રવારે તેમનો ત્રીજો દિવસ છે પણ આ દિવસે વિશ્વભરના દાઉદી વ્હોરા બિરાદરો લાખોની સંખ્યામાં બંને મહાનુભાવોની સ્પીચ સાંભળશે.