લોકડાયરો, કવિ સંમેલન, શ્રીનાથજીની ઝાંખી, પ્રાચીન રાસ ગરબા સહિતના કાર્યક્રમોનો આવતીકાલથી પ્રારંભ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ગણેશ ચર્તુથીના શુભ દિન તા.૧૩ થી ર૩ સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમીતી દ્વારા સતત ૧૧ વર્ષની લગલગાટ સફળતા બદા શહેરના રેસકોષ
ઓપન એર થીયેટર, કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિઘ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સિઘ્ધિ વિનાયક ધામ ખાતે રોજેરોજ સાંજે સાત કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ, સમાજોના શ્રેષ્ઠીઓ મંડળો, એસો. અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધારવામાં આવી છે. તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ સંતોના ધાર્મિક કાર્યક્રમોમાં ઉ૫સ્થિત રહી આશીવચન પાઠવશે.
ભાજપ રાજકોટ મહાનગર આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ-૨૦૧૮ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં તા.૧૪ને શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે રાજભા ગઢવી અને સાથી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો તા.૧પને સાંજે ૪.૩૦ કલાકે વન મીનીટ સ્પર્ધા અને રાત્રે ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ શાળા કોલેજના વિઘાર્થી દ્વારા તેમજ બાટવા ખાતની કારડીયા રાજપુત રાસમંડળી પોતાની કલા કૌશલ્યનં પ્રદર્શન કરશે. તા. ૧૬ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે સદૈવ અટલ (મે ગીત નયા ગાતા હું) કવિ સંમેલન જેમાં અજાતશત્રુ, ઉદેપુર, શશીકાંત યાદવ, દિવાસ, સુમીત મિશ્રા, ભોપાલ, સુશ્રી એકતા આર્ય, અલીગઢ અને મુકેશ મોલવા ઇન્દોર પોતાની પંકિતઓ સંભળાવી કલા પ્રદર્શન કરશે. તા. ૧૭મી રોજ સાંજે ૪.૩૦ વાગ્યે આરતી શુશોભન તેમજ રાત્રે ૯ કલાકે શ્રીનાથજીની ઝાંખી, તા.૧૮મી સાંજે ૪.૩૦ કલાકે વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિ બનાવવાની સ્પર્ધા, રાત્રે ૯ કલાકે રાર ગરબા સ્પર્ધા, તા.૧૯મી સાંજે ૪.૩૦ કલાકે ગણપતિ ચિત્ર સ્પર્ધા અને રાત્રે ૯ કલાકે અંકિત ત્રિવેદી પ્રસ્તૃત સંગીત સંઘ્યાનું ભવ્ય આયોજન, તા. ર૦મી ગુરુવારે સાંજે ૪.૩૦ કલાકે પાણીપુરી ખાવાની સ્પર્ધા બહેનો માટે અને છપ્પન ભોગ દર્શન તથા લોકપ્રીયતાની ચરમસીમા પર પહોંચેલી લાડુજમણ સ્પર્ધાનું આયોજવ સાંજે ૭.૩૦ કલાકે કરવામાં આવેલ છે.
તા. ર૧મી રોજ વન મીનીટ સ્પર્ધા બાળકો માટે તથા રાત્રે ૯ કલાકે ગુણવંત ચુડાસમા તથા સાથી કલાકારો પ્રસ્તુત હસાયરો, તા.રરમી સીવીલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને લાભાથે સાંજે ૬ થી ૧૦ કલાક રકતદાન કેમ્પ અને રાત્રે ૭.૩૦ કલાકે ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. સાથો સાથ દરરોજ રાત્રે ૯ થી ૧૧ સવાઇન ફલુ ચીકન ગુનીયા અને ડેન્ગ્યુથી રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક દવાનું વિતરણ શહેરના જાણીતા ડો. એન.જે. મેધાણી ના માર્ગદર્શન નીચે કરવામાં આવશે.
આ ગણપતિ મંગલ મહોત્સવ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમીતીના ઇન્ચાર્જ કમલેશ મીરાણી, મુખ્ય માર્ગદર્શક તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલસહીતના મહાનુભાવોનો માર્ગદશન હેઠળ સિઘ્ધિ વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન થયું છે.