પર્યુષણ પર્વનો પૈગામ એ છે કે સ્વાદ છોડો તો શરીરને ફાયદો, વિવાદ છોડો તો સંબંધોને ફાયદો અને ચિંતા છોડો તો આત્માને ફાયદો છે.
આત્માની ઓળખ અને પ્રતીતિ માટે તપધર્મની આરાધના જરુરી છે. માસક્ષમણ, સોળભથ્થામાં ન જોડાયા હોય તો છેલ્લે અઠ્ઠાઇ તપમાં જોડાઇ જવા પર્યુષણનો પૈગામ છે. એ પણ શકય ન બને તો આઠ દિવસ સ્વાદને છોડવાનો પ્રયોગ કરવાનો છે. જીભ પાસેથી બે કામ લેવાના છે. ભાવે તેટલું ખાવું નહિ આવડે તેટલું બોલવું નહીં.આત્મની પ્રસન્નતા માટે બીજો પૈગામ છે કે વિવાદને છોડતા શીખો. વિવાદોથી શકિતનો વ્યય થાય છેે. શત્રુઓ વધતા જાય છે. સંબંધો બગડે છે. માટે બોલતા પહેલા હજારવાર વિચારો જેથી સંબંધો બવડે નહી.
આત્માની આરાધના માટે ચિંતા છોડવાનો ત્રીજો પૈગામ છે. આજનો માનવી ચિંતાપુર છે સમજના અભાવે દુ:ખી છે અનુભવીઓ કહે છે ચિંતા નહિ ચિંતન કરતાં શીખો. જેથી આત્માને ફાયદો થાય. જબ તક સ્વભાવ નહી સુધરતા તબ તક ધર્મ કા દિવ્ય આનંદ નહીં આતાજૈન ધર્મએ તો આત્માનો ધર્મ છે. આત્માની શાંતિ અને પવિત્રતા ઉપર જૈન ધર્મમાં અપાયો છે. પરંતુ મહાન આઘ્યાત્મિક પર્વ છે. લૌકિક તહેવારોની ઉજવણીમાં લોકો દેહના શણગાર સર્જે છે.
જયારે આઘ્યાત્મિક તહેવારના દિવસોમાં દેહને નહીં પણ આત્માને સુંદર બનાવવાનો હોય છે. તપ, જપ, ભકિત અને સમતાભાવથી ઇન્દ્રિયો અને મનને શાંત બનાવવાની પવિત્ર બનાવવાની સાધના કરવાની હોય છે. પર્યુષણ પર્વ આવું આઘ્યાત્મિક પર્વ છે. જૈન ધર્મના દરેક પર્વો પાછળ આવી આઘ્યાત્મિક ચેતના છુપાયેલી છે.
છોડો વેરની ગાંઠ, એ જ છે પર્યુષણનો પાઠ તોડો રાગને દ્રેષ એ છે પર્યુષણનો ઉપદેશ