ગણેશ પુરાણ પ્રમાણે ગણપતીની જન્મ તિથિ માગસર સુદ ચોથ છે પરંતુ અમુક ગ્રંથોના મત પ્રમાણે ભાદરવા સુદ ચોથ ગણપતીના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગણપતિનું પૂજન કરી તેનું સ્થાપન કરવામાં આવે છે.
ગણેશ ચોથના દિવસે ગણપતિદાદાની અંગ પૂજામાં ગણપતિ દાદાને ચોખા ચડાવી અંગ પૂજા કરવી. ગણપતિદાદાનું લાલ વસ્ત્રનું સ્થાપન કરવું ઘઉ નું સ્થાપન કરવું.
ૐ કપદિગણનાથાય નમ: પગની પૂજા
ૐ ગણેશાયનમ: ગોઠણની પૂજા
ૐ ગણનાથાય નમ: સાથળની પૂજા
ૐ વક્રતુંડાય નમ: હ્રદયની પુજા
ૐ લંબોદરાય નમ: કંઠની પૂજા
ૐ ગજાનનાય નમ: સ્કંધની પૂજા
ૐ હેરંબાય નમ: હસ્ત (હાથી પૂજા)
ૐ વિકરાય નમ: મુખની પુજા
ૐ વિઘ્નરાજાય નમ: નેત્રની પુજા
ૐ ધુમ્રવર્ણાય નમ: મસ્તકની પુજા
ૐ કપદિને નમ: આખા શરીર પર ચોખા છાંટવા