બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં તાજેતરમાં મળેલા ચુંટાયેલા બાર કાઉન્સીલના સદસ્યો દ્વારા રાજકોટના એડવોકેટ હિતેષભાઈ હરગોવિંદભાઈ દવેની સતત બીજી વખત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કોપ્ટ મેમ્બર તરીકે નિમણુક કરવામાં આવી છે.
હિતેષભાઈ હરગોવિંદભાઈ દવે રાજકોટ શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી એડવોકેટ તરીકે વ્યવસાય કરે છે હાલ તેઓ વિજય કો.ઓપ.બેંક લી.માં ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, બેંક ઓફ ઈન્ડીયા, રાજકોટ નાગરિક સહકારી બેંક લી, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પો.પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. રાજકોટ નોટરી એસોસીએશનના સ્થાપક મંત્રી તરીકે સેવા આપે છે.
ગુજરાત પ્રદેશ લીગલ સેલ ક્ધવીનર જે.જે.પટેલ તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સદસ્ય તેમજ પ્રદેશ સહ કન્વીનર દિલીપભાઈ પટેલ સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, અનિલ દેસાઈ, પિયુષ શાહ, રૂપરાજસિંહ પરમાર, નિલેશ બાવીસી, હેમાંગ જાની તથા રાજકોટ બારના પ્રમુખ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ સી.એચ.પટેલ, નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ તુષારભાઈ બસલાણી, મંત્રી એમ.એ.સી.પી. બારનાં પ્રમુખ કે.જે.ત્રિવેદી, મહિલા બાર એસોસીએશનના મહેશ્ર્વરીબેન ચૌહાણ, રાજકોટના જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા, મદદનીશ સરકારી વકિલ દિલીપ મહેતા, અતુલ જોષી, સમીર ખીરા, કમલેશ ડોડીયા, આબિદ સોસન, મુકેશ પીપળીયા, રક્ષિત કલોલા, સ્મીતાબેન અત્રી, બિનલબેન રવેશીયા, તરૂણ માથુર, મહેશભાઈ જોષી સહિતના વકિલો તથા વિવિધ મંડળના હોદેદારો તથા સભ્યો દ્વારા કોપ્ટ મેમ્બર હિતેષભાઈ દવેને શુભેચ્છાઓ પાઠવી હતી.