રાત દિવસ સતત મહેનત કરી મુસ્લિમ યુવાનો તાજીયાની કામગીરીને આપી રહ્યા છે આખરી ઓપ
ધોરાજી ખાતે તાજીયા બનાવ ની કામગીરી પૂર જોસ માં ચાલી રહી છે થર્મોકોલ જિલાઇટીન તા અને જરી વગેરે નું ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવ ની જીણવટ ભરી કામગીરી ને કારીગરો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે ધોરાજી ખાતે ૮૦ થી ૧૦૦ જેટલા કલાત્મક તાજિયાઓ બની રહ્યા છે.
અને સૌરાષ્ટ્ર ખાતે ધોરાજી તાજીયા બનાવ નું નામાંકિત સ્થળ ગણાય છે અહીં ના કારીગરો તાજીયા માં અનેક પ્રકાર ની વિવિધતા અને રંગ બે રંગી લાઇટિંગ કરી અને અનોખું આકર્ષણ ઉભું કરે છે આમ ધોરાજી માં પ્રથમ નંબર સૈયદ રૂસ્તમ નો તાજીયો બનાવ માં પણ કારીગરો એ રાતદિવસ મહેનત કરી અને આખરી ઓપ આપી રહ્યા છે.
તેમ સોનુ ગ્રુપ ના સભ્યો પણ કલાત્મક તાજીયા ની કામગીરી રાત દિવસ કરી રહ્યા છે અને તેલિયા માતમ ૨ તાજીયા નું પણ કલાત્મક અને જીણવટ ભર્યું નક્સી કામ લેવાયું છે અને તેલિયા માતમ ૨ નું તાજીયો શરીફભાઇ લુલાનિયા કિંગ ગોલવારા નવાઝ પટેલ હાજીભાઇ કિંગ ગોલવારા અહેમદ રઝા કાંગડા તોફીકભાઈ પટેલ સોયબ દુફાની મોઈઝ વિચિ નદીમ ખત્રી વગેરે કારીગરો દ્વારા તાજીયા ની કામગીરી ને આખરી ઓપ અપાઈ રહ્યું છે