સેમી ફાઇનલ અને ફાઇનલનું ‘અબતક’ ચેનલમાં લાઇવ પ્રસારણ: રનર્સઅપ અને ચેમ્પિયન ટીમને ઇનામ અને પુરસ્કાર સાથે સુંદર આયોજન
રાજકોટ ‚રલ પોલીસ દ્વારા પોલીસ વેલફેરક અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ દરમિયાન સેમી ફાઇનલ અને ફાઇનલ મેચનું ‘અબતક’ ચેનલ પર લાઇવ પસારણ કરવામાં આવનાર છે. યુવાનોમાં સહાસિક અને ખેલદીલીની ભાવના વિકસે તેમજ તેઓને ક્રિકેટ માટેનું એક સા‚ પ્લેટ ફોર્મ મળી રહે તે માટે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદના સીધા માર્ગ દર્શન હેઠળ સ્પોર્ટ કમિટિ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી છે.
તા.૧-૫-૧૭ થી તા.૧૦-૫-૧૭ દરમિયાન મવડી પોલીસ હેડ કવાર્ટરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનાર ટેનિશ ટુર્નામેન્ટમાં ચેમ્પીયન અને રનર્સઅપ ટીમ સહિતની ટીમોને લાખેણા ઇનામો આપવામાં આવનાર છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતી ટીમોએ ગીરનાર સિનેમા સામે ‚રલ એસ.પી. કચેરીના ઝેરોક્ષ વિભાગ, રજપૂતપરા અશોક ગેસ્ટ હાઉસની બાજુમાં હાઉજેટ સ્પોર્ટ (સંદિપભાઇ) અને મોટી ટાંકી ચોક સ્વસ્તીક પોલીસ સ્ટોર ખાતેથી ફોમ મેળવી તા.૨૮ એપ્રિલ સુધીમાં ફોર્મ ભરીને પરત કરવાના રહેશે
ઓપન ગુજરાત ટેનિશ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૩૨ ટીમ ઉપરાંત અધિકારીઓની ટીમ, પ્રેસની ટીમ અને મહિલા ખેલાડી વચ્ચે ફેસ્ટીવલ મેચનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટને સફળ બનાવવા જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ, એએસપી, રિઝર્વ પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત ‚રલ પોલીસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.