2017માં ગળાનું કેન્સર થયું હતું
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમ નવાઝનું આજે મંગળવારે નિધન થયું છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રેસિડન્ટ શેહબાઝ શરીફ અને તેમના પુત્ર હુસૈન નવાઝે આ સમાચારની પુષ્ટિ કરી છે કે, કુલસુમ નવાઝે લંડનની ક્લિનિકમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. બેગમ કુલસુમ નવાઝ લંડનના હર્લે સ્ટ્રીટ ક્લિનિકમાં ગત જૂન 2017થી સારવાર લઇ રહ્યા હતા. સોમવારે રાત્રે તેઓની તબિયત વધુ ખરાબ થતાં તેઓને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
Former three-time Pakistan prime minister Nawaz Sharif’s wife, Kulsoom Nawaz, breathed her last at a London hospital
Read @ANI Story | https://t.co/Fcj3he81Ti pic.twitter.com/AtwGzNw5sA
— ANI Digital (@ani_digital) September 11, 2018