પર્યુષણ પર્વ નિમિત્તે આત્માર્થી રાજુજીએ વ્યાખ્યાનમાં ભેદજ્ઞાન વિષયને સમજાવ્યો
સદગુરુની કૃપા દ્રષ્ટી એ જ સમ્યગ દર્શન છે, તેમ પર્યુષણ પર્વ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે આત્માર્થી રાજુજીએ ભેદજ્ઞાન અંગે સમજણ આપતા કહ્યું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે ધરમપુરથી પધારેલ આત્મર્પીત રાજુજીએ પ્રવચનમાં ભેદ જ્ઞાન વિષય પર સમજાવતા કહ્યું કે ભેદજ્ઞાનમાં ૩ પ્રકારની જ અવલોકન-ભેદજ્ઞાન-સ્વરૂપ સનમુખતા વિશે જ્ઞાન આપતા કહ્યું કે, નીજ અવલોકન એટલે માન આવવાનું કારણ શોધવું જયારે નોકરી પર જયારે આપણી ભુલ પર જયારે લોસ બધાની વચ્ચે ગુસ્સો કરે છષ કે આપણી ભુલ સમજાવે છે ત્યારે આપણે તો અહમ ઘવાય છે તેની જગ્યાએ પોઝીટીવ વિચારો કે બોસ આપણી ભુલો કાઢી આપણને સુધારે છે. તેમણે અવલોકન સમજાવતા કહ્યું હતું કે, અવલોકન ક્રોધનું પરિણામ કેવું આવ્યું એ ખબર પડે.
આ પ્રવચનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે. કાર્યક્રમમાં હાજર રહેલા રૂપા દામાણીએ કહ્યું હતું કે, રાજુજી સમ્યગ દર્શન પર પુષ્પમાખા પર સમજાવે છે તેનાથી આધ્યાત્મનો અનુભવ થાય છે. આધ્યાત્મ ક્ષેત્રમાં આગળ વધવાની મારી ઈચ્છા છે. મનની શાંતિ મળે છે. ભેદ જ્ઞાન શું છે તે વિચારી શકીએ છીએ. ક્રોધ-માન-લોભ ઉપર કાબુ મેળવી શકીએ.
હેમલ કોઠારીએ જણાવ્યું હતું કે, રાજુજીના વ્યાખ્યાનથી નાના મોટા સૌને લાભ થાય છે. સારા દ્રષ્ટાંતો આપી તેવો સમજાવે છે તેનાથી ધર્મ ભારે નથી લાગતો અને સમજી શકાય છે. આનાથી મારા જીવનમાં ઉતારીને કેવી રીતે રહેવું એ પ્રયત્ન કરૂ છું. પર્યુષણ પર્વનું મહત્વ માત્ર જૈન નહીં દરેકના જીવનમાં હોવું જોઈ માત્ર પર્યુષણ દરમ્યાન નહીં જીવનકાળમાં રહેવું જોઈએ.