ઉદઘાટન પ્રસંગે રાજકોટવાસીઓ દ્વારા અદ્ભૂત આવકાર જનમેદની ઉમટી પડતા હર્ષ અને વિશ્વાસની લાગણી
રાજકોટની મશહુર બંગડી બજારમા છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટની સન્નારીઓનું પસંદગીની શોપ એટલે કંકુ એક જ શો રૂમમાંથી લેડીઝને લગતી તમામ વસ્તુઓની વિશાળ રેન્જ અને તે પણ ખૂબજ કિફાયતી ભાવે મળે છે.
કંકુ પરિવાર દ્વારા ૨૫ વર્ષની સિલ્વર જયુબીલી ઉજવણી નિમિતે રાજકોટની સન્નારીઓની ખાસ ડિમાંન્ડને ધ્યાને લઈને રાજકોટનાં રાજમાર્ગ સમા અમિન માર્ગ પર ભવ્યાતીભવ્ય અને ૧૫૦૦ સ્વે. ફીટનાં સેન્ટ્રલી એરક્ધડીશન્ડ શો રૂમમાં હવેથી લેડીઝવેર જેવા કે ઈનર વેર, હોઝીયરી વેર, લેડીઝ ગાઉન, નાઈટ સુટ, રેગ્યુલર, ઉપયોગ માટેના સુટ, સ્વીમીંગ સુટ, ડિઝાઈનર નાઈટ સુટ, લેગીન્સ, સ્પોર્ટસ વેર મળશે.
તદુપરાંત આગામી ફેસ્ટીવલને ધ્યાને લઈને લકઝરીયસ ફેશન જવેલરીનું વિશાળ કલેકશન, જેમાં સામેલ છે. વેડીગ જવેલરી, ટ્રેન્ડી જવેલરી અવનવા પ્રકારની બીંદી તેમજ સ્ટાઈલીસ હેર એસેસરીઝ પણ ઉપલબ્ધ છે.
સાથે સાથે બીજા કરતા અલગ દેખાવો માટે બ્રાન્ડેડ હાઈ એન્ડ કોસ્મેકટીકસની પણ લાજવાબ રેન્જ નવા શો રૂમ પર ઉપલબ્દ છે. અમીન માર્ગ પરનાં વિશાળ શો રૂમનું ઉદઘાટન પરિવારની લાડકી ઝીલ જગદીશભાઈ હરીયાણી તેમજ પરિવારના મોભી એવા પિતા નટુભાઈ તેમજ માતુશ્રી રમાબેનના કરકમલ દ્વારા કરવામાં આવેલ.
આ તકે ટ્રાઈલો કંપનીના ચેરમેન કિશોર પાટડીયા તેમજ મેનેજીંગ ડીરેકટર રીતેશ પાટડીયા પણ પોતાની બ્રાન્ડના ૬ઠા શો રૂમનાં પ્રારંભે ઉપસ્થિત રહેલ કંકુ તેમજ કંકુ એનએકસ પરિવારના હિનાબેન જગદીશભાઈ હરીયાણી, બિંદુબેન જયેશભાઈ હરીયાણી, રીતુબેન રાજેશભાઈ હરીયાણી, ઝરણાબેન રીતેશભાઈ પાટડીયા તેમજ રાજુભાઈ જયેશભાઈ, યોગેશભાઈ, જગદીશભાઈ, દર્શભાઈએ સર્વે આમંત્રીતોનું ભાવભેર સ્વાગત કરેલ.