આ નોટિસ આંતર રાષ્ટ્રીય સ્તર પર ધરપકડ વોરંટનું કામ કરે છે
ઇન્ટરપોલે ર અરબ પીએનબી મની લોન્ડરીંગ મામલે પૂર્વી મોદી જે બેલ્જિયમની નાગરીક છે. અને નિરવ મોદીની બહેન છે તેની સામે પણ નોટીસ મોકલ છે.
નિરવ મોદીની બહેન સામે ૧૩૩ મીલીયન ડોલરના કૌભાંડનો આરોપ છે. સીબીઆઇ સાથે તપાસ કરતી એજન્સીએ ઇડીને પીએનબી ધોટાળામાંથી જ બહાર આવેલા કેટલાક મહત્વના કૌભાડોમાના એક એવો અન્ય ગોટાળો ૧૩૩ મિલીયમ અમેરીકી ડોલર આશરે ૯૫૦ કરોડ રૂપિયાના ધોટાળા મામલે નિરવ મોદીની બહેનને નોટીસ આપી છે.
એજન્સીએ વધુમાં જણાવ્યું કે, પૂર્વી મોદી ઘણી બધી કંપનીઓની માલીક છે. તેણે યુએસ, બ્રિટીશ વર્મિન, આઇસલેન્ડ અને સિંગાપુરમાં કાળુ ધન સફેદ કરવાના મનસુબા સાથે રોકાણ કર્યુ છે. અધિકારીઓએ જણાવ્યું કે વર્તમાન નિર્દેશને ઘ્યાનમાં રાખી તેમની પુછપરછ કરવા વોરંટ ઇસ્યુ કર્યુૃ છે. કેમ કે તેમણે અગાઉ આપેલી નોટીસને નજર અંદાજ કરી હતી.
તપાસ એજન્સીએ અને ઇડીને બારબડોસ, મોરેશિયસ, સ્વીટઝલેન્ડ, સિંગાપુર, બ્રિટન અને હોંગકોંગ જેવા વિદેશી ક્ષેત્રમાં તેમના નામથી તેમની કંપનાના નામથી બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે.
ઇડીએ એવો દાવો કર્યો હતો કે ધોટાળો બહાર આવતા નિરવ મોદીની કંપનીનું નામ હટાવી તેની બહેન પૂર્વી મોદીનું તેમજ તેની કંપનીનું નામ સામેલ કરવામાં આવ્યું. ઇન્ટરપોલની નોટીસ મુજબ પૂર્વી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી બોલે છે. અને બેલ્મિયમની નાગરીક છે. ઇન્ટરપોલની નોટીસને પગલે ઇન્ટરપોલ દ્વારા ૧૯૨ દેશોમાં જે તે વ્યકિતને પકડવાની કાર્યવાહી શરુ કરાય છે. જેને પગલે જયારે તે પકડાઇ જાય ત્યારે પર્તાપણની કાર્યવાહ ઝડપથી થઇ શકી.