રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ.સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ખેડુત અગ્રણી, સાંસદ પોરબંદર તથા વાઈસ ચેરમેન ઈફકો, ડાયરેકટર ગુજકોમાસોલ વિઠ્ઠલભાઈ રાદડિયાના વહિવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવી છે.
બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના વહિવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહિવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડુતોના વિકાસલક્ષી પ્રવૃતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગરૂપે મહારાષ્ટ્ર રાજયની સતારા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સ બેંકના ચેરમેન છત્રપતિ શિવેન્દ્રસિંહ ભોંસલે તથા પ્રભાકર ગાર્ગે એકસ. એમ.એલ.એલ એન્ડ ડાયરેકટર અને ડો.રાજેન્દ્ર સરકાલે સીઈઓના પ્રતિનિધિત્વ હેઠળની ટીમે રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની તાજેતરમાં મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કર્યો છે.રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ બેંકની ૧૯૨ શાખાઓ મારફત રૂ.૪૩૦૫ કરોડની થાપણો એકત્ર કરી રૂ.૩૨૦૪ કરોડનું ધિરાણ કર્યું છે અને ખેડુતોને રૂ.૨૦૫૧ કરોડ જેવું કે.સી.સી. ધિરાણ આપવામાં આવે છે.
મંડળી મારફત ખેડુતોને લોન આપી સબસીડી વાળા રૂરલ ગોડાઉનમાં સરકારની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવે છે, બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂ.૧૦.૦૦ લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે. બેંક છેલ્લા ૪૫ વર્ષથી આ બેંક ઓડિટ વર્ગ ‘અ’ ધરાવે છે અને સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ટ ચુકવે છે અને બેંકની વસુલાત ૯૯ ટકા જેટલી છે. નેટ એનપીએ ૦ ટકા છે તેમજ આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ તથા નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ મેળવ્યો છે.