ઉધોગોને સંરક્ષણ ક્ષેત્રના ઓર્ડર અને તેની માહિતી અપાશે: હેલ્પ ડેસ્ક શરૂ થશે
દેશના સંરક્ષણ ક્ષેત્રે જરૂરી માલસામાનના ઓર્ડર મેળવવા અંગે ઉધોગકારો માટે માહિતીસભર સેમિનાર ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તા.૧૫ને શનિવારે યોજાશે. તેવું આજે અબતકની મુલાકાત દરમિયાન પ્રમુખ ધનસુખભાઈ વોરા, માનદમંત્રી ઈશ્વરભાઈ બાંભોલીયા અને ઉપપ્રમુખ રાજીવ દોશીએ કહ્યું હતું.
ભારતીય સંરક્ષણ ક્ષેત્રે વપરાતા માલ-સામાન તથા સ્પેર પાર્ટ ખરીદી અંગે જરૂરી ઓર્ડરો આપવા અંગે માર્ગદર્શન તથા માહિતી આપવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તથા અભ્યુદય ટેકનો ઈકોનોમીક ક્ધસલ્ટન્ટના સંયુકત ઉપક્રમે તા.૧૫ને શનિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી હોટલ પંચવટી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં સંરક્ષણ ક્ષેત્રે જુદા જુદા વિભાગમાં ઉચ્ચ કક્ષાએ કાર્યરત અધિકારીઓ દિનેશ ખારે-કાનપુર તેમજ સીનીયર ડિઝાઈન એન્જી. જાવેદ અસલાક-કાનપુર તથા અણ જોષી, પંકજ જે સોની અને સી.આર.મેકવાન (ઈસરોના વૈજ્ઞાનિક) તથા અભ્યુદય ક્ધસલ્ટન્સીના ધવલભાઈ રાવલ તથા રવિનભાઈ વ્યાસ ઉપસ્થિત રહી સંપૂર્ણ માહિતી પ્રદાન કરશે.
તેમજ કેટલાક સ્પેરપાર્ટના નમુનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તેથી આ ક્ષેત્રે રસ ધરાવતા સર્વે વેપારી તથા ઉધોગકારોને વહેલા તે પહેલાના ધોરણે ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ કાંતિભાઈ જાવીયા (મો.નં.૯૪૨૬૨ ૦૧૬૩૩), એડીકો સ્પેર્સ, ગોદરેજ શો-રૂમ સામે, ભકિતનગર સ્ટેશન રોડ, રાજકોટ ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું હતું. આ ઉપરાંત ગ્રેટર રાજકોટ ચેમ્બર ખાતે કાયમી ધોરણે માર્ગદર્શન મળી રહે તે ઉદેશથી અભ્યુદય ક્ધસ્ટન્સી સાથ કરેલ કરાર મુજબ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે.