રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કિટીપરા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજય, કેન્દ્રની સહાય ઉપરાંત લાભાર્થીઓએ રૂ.૫૦,૦૦૦/-નો ફાળો હતો. લાભાર્થીઓ ખુબ જ ગરીબ વર્ગના હોય મુખ્યમંત્રીને આટલા પૈસા નહીં શકે તેવી રજુઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દરેક લાભાર્થી દીઠ ભરવાના થતા રૂ.૪૫,૦૦૦ રાજય સરકાર ભોગવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

લાભાર્થી દ્વારા તેઓના ફાળાની ભરવાની થતી રકમ રૂ.૫૦૦૦/-થી વધુ રકમ ભરેલ તે પરત આપવાની થાય તેના અનુસંધાને કાલે કિટીપરા આવાસ યોજનાના લાભાર્થીઓને પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થી દીઠ રૂ.૪૫,૦૦૦/- સુધીની સહાય કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ૨૪૨ લાભાર્થીઓને મળેલ છે.આ ચેક વિતરણ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા તથા મ્યુનિસિપલ ડે.કમિશનર સી.કે.નંદાણી, વોર્ડ નં.૩ના પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરીયાનાણી, ભાજપ અગ્રણી કિરીટભાઈ શેઠ, મુકેશભાઈ પરમાર, વિજયભાઈ કોશિયા, સુરેશભાઈ પરમાર, સંજયભાઈ ઘેડીયા, મુન્નાભાઈ ચૌહાણ, સુનીલભાઈ ટેકવાણી, બાબુભાઈ તેમજ વોર્ડના આગેવાનો હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.