સરકારી અને ખાનગી હોસ્પિટલને પણ ટકકર મારે તેવી સુવિધાથી સજજ.
ફિઝીશ્યન વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ડિજિટલ એકસ-રે વિભાગ, ડાયાલીસીસ વિભાગ સહિતના વિભાગોમાં ડોકટરો સતત સેવા આપે છે.
હાલ જુનાગઢની વાત કરીએ તો એક તબકકે મેડિકલ સારવાર મેળવવા માટે આ શહેરની પરિસ્થિતિ એકદમ કંગાળ હતી. ખાનગી દવાખાનાઓનો એક સમયે રાફડો ફાટયો હતો ત્યારે સરકારી સુવિધાઓમાં કરોડોના આંધણ પછી પણ પ્રજાને વેઠવું જ પડતું. સરકારી દવાખાનાની હાલત આજે પણ હાસ્યાસ્પદ છે. આજે પણ સરકારી દવાખાનામાં સુવિધા છે તો ડોકટર નથી અને ડોકટર અને સુવિધા ભેગા થાય તો સગવડતા નથી જેઓ ઘાટ જોવા મળે છે ત્યારે જુનાગઢની હાટકેશ હેલ્થ કેર ફાઉન્ડેશન ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે એક છત નીચે તમામ સુવિધાથી સજજ હોસ્પિટલ આજે આશીર્વાદપ બની છે.
હાટકેશ હેલ્થકેર ફાઉન્ડેશનમાં સંચાલકો પાસેથી આ અંગેની વિશેષ વિગત જાણવા મળી હતી કે, ૧૯૯૦માં પ.પૂ.ધ.ધૂ.પ્રમુખ સ્વામી મહારાજનાં હાથે લોકાર્પિત થઈ નાનકડા છોડમાંથી આજે વટવૃક્ષ બની છે. ટોકન દરે આ હોસ્પિટલ દર્દીની માવજત એવી તો કરે છે કે આ હોસ્પિટલની મુલાકાત લીધા પછી હજારો અને લાખો દર્દીઓના ખિસ્સામાંથી ખંખેરી લેતી ખાનગી હોસ્પિટલ ભલભલા ભુલી જાય.
હોસ્પિટલમાં સતત કાર્યરત એવો ફિઝીશ્યન વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, આંખનો વિભાગ, ડેન્ટલ વિભાગ, ડિજિટલ એકસ-રે વિભાગ, ડાયાલીસીસ વિભાગ, આઈસીયુ વિભાગ, લેબોરેટરી, ફિઝીયોથેરાપી વિભાગ ટ્રેડમીલ ટેસ્ટ વિભાગ સહિતના વિભાગો આ હોસ્પિટલની નિયમિત ઓપીડીમાં નિષ્ણાંત તબોબીની ટીમ સેવા આપી રહી છે. રડતા તેમજ રડમસ ચહેરે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગા-વ્હાલાઓ હોસ્પિટલના સ્ટાફની નિ:સ્વાર્થ સેવાથી અહીંથી મલકાતા જાય છે.
ઉપરોકત સેવાની સાથે ન્યુરો ફિઝીશ્યન, ન્યુરોલોજીસ્ટ, ન્યુરો સર્જન સ્પાઈન સર્જરી, મેટોલોજીસ્ટ પિડીયાટ્રીશન કેન્સરના દર્દી જેવા નિષ્ણાંત કામકાજ માટે આ હોસ્પિટલ દર્દીઓ માટે અવાર નવાર સુવિધાઓ ઉભી કરી આપે છે. જેમાં પણ એકદમ નજીવા દરે દર્દીને ટોપ કલાસ સુવિધાવાળી સારવાર આપી શકાય છે. અત્યારે જરૂરીયાતમંદો માટે જુનાગઢનાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે રીતસર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
સરકારી હોસ્પિટલ તેમજ સમાજ સેવા માટે જે કાયમ અગ્રેસર રહેશે તેવા ડો.જય રાણીંગા (એમ.ડી.ફીઝીશયન) ડો.પી.જે.બુચ (હૃદયરોગનાં નિષ્ણાંત), ડો.રીપાબેન વૈષ્ણવ (એમ.ડી.ફિઝીશ્યન), ડો.રાહુલ પંડયા (પ્રોમોનરી મેડીસીન), ડો.વિનય હરિયાણી (જનરલ સર્જન) ડો.યોગેશ ઠકકર (એમ.એસ.ઓર્થો), ડો.નિલમબેન પટેલ સ્ત્રીરોગ નિષ્ણાંત જેવા નિષ્ણાંત તબીબોની ટીમની દેખરેખ નીચે આ હોસ્પિટલનું સમગ્ર સંચાલન ચાલી રહ્યું છે.
ડો.જય રાણીંગા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓમાં આ નામ ખુબ જાણીતું છે. સિવિલનાં ઘણા દર્દીઓ આ ડો.ની સેવાથી પણ વાકેફ છે. કોઈ અપેક્ષા વગર આ ડો. જાણે ડો.ને ભગવાનનું રૂપ કહેવાયું છે અને ૨૪ કલાક પોતાના કર્મને પોતાની ફરજ માનનાર આ ડો.સદાય માટે આજે પણ ગરીબ દર્દીઓ માટે અડધી રાતનો હોકારો છે. સિવિલમાં સતત કામના ભારણને કારણે સેવા કરવાની અવિચલ ઈચ્છાવાળા આ ડોકટરે મજબુરીથી હાલ સિવિલ હોસ્પિટલની જગ્યાએ હાટકેશ હોસ્પિટલમાં સેવા આપે છે.