અમરેલી, સુરેન્દ્રનગર, જસદણ, ખંભાળિયા, ઉના સહિતના શહેરોમાં મુખ્ય બજારો ખુલ્લી: બંધમાં જોડાવવા કોંગ્રેસની ગાંધીગીરી વેપારીઓને ગુલાબના ફુલ આપ્યા
રાજકોટ
પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમવારે અપાયેલા ભારત બંધના એલાન સૌરાષ્ટ્રમાં નિષ્ફળ રહ્યું હતું. મોટાભાગના શહેરોમાં દુકાનો ખુલ્લી રહી હતી.
જસદણ
જસદણ પંથકમાં આજે ભારત બંધનું એલાન નિષ્ફળ રહ્યું હતું. અને કેન્દ્રની નિષ્ફળતા સામે જસદણના ખાનગી શાળાએ વિરોધ કરી બંધ પાળી કોંગ્રેસને સીધો ટેકો આપ્યો હતો. વહેલી સવારથી રાબેતા મુજબ જસદણ શહેર ખુલ્લી ગયું હતું. સવારે ૧૦ વાગ્યે કોંગી આગેવાનોએ બેનરો સાથે નીકળી ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં.
અમરેલી
અમરેલી સાવરકુંડલા ખાંભામાં દુકાનો બંધ જોવા મળી તો રાજુલામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો ત્યારે કુંકાવાવ, વડીયાની બજારો બંધ જોવા મળી હતી. અમરેલીના સ્થાનીક ધારાસભ્ય વિપક્ષના નેતા પરેશ ધાનાણીની એકલા ગામમાં ચાલીને નીકળ્યા હતા અને લોકોને વિનંતી કરી હતી તો સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુંધાત પણ કુંડલાની બજારોમાં બંધ કરાવવા નીકળ્યા હતા અને વેપારીઓ ને ફુલ અર્પી બંધમાં જોડાવવા અપીલ કરાઇ હતી તેમની સાથે નાગરીક બેંકના એમ.ડી. હિતેશ સર્વયા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવભાઇ સાવલીયા, કોંગ્રેસ અગ્રણી મનુભાઇ ડાવરા ચંદ્રેશભાઇ રાવાણી, કોર્પોરેટર હસું બગડા હસું સુચક અજય ખુમાણ બટુક ઉનાવા ફીરોજભાઇ નાસીરભાઇ ટકો સહીતનાં કોંગ્રેસના અગ્રણીઓ પણ જોડાયા હતા. અને બંધને સફળ બનાવવા અપીલ કરાઇ હતી.
ઉના
કોંગ્રેસ ધારાસભ્ય પુજાભાઇ વંશ, રાજુ ગટેચા, યોગેશ બાભણીયા, કોંગ્રેસ આગેવાનો બજારમાં નીકળી વેપારીઓ બંધ કરવા વિનંતી કરેલ લોકોએ બજાબ બંધ કરી હતી બપોર બાદ રાબેતા મુજબ ખુલ્લી ગઇ હતી પણ ઉના પેટ્રોલ પંપ સાંજે ૪ વાગ્યે સુધી બંધ રહેયા હતા. પોલીસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બદોબસ્ત ગોઠવી દીધો હતો.
મેટોડા
મેટોડા જીઆઇડીસી ઓઘોગિક વસાહતમાં આની કોઇ અસર જોવા મળતી નથી કારણ કે પ્રાઇવેટ સ્કુલો સિવાયના બધા ધંધા રોજગાર ચાલુ રાખવામાં આવેલ છે. તો ભારત બંધની લોધીકા તાલુકામાં નહીવત અસર જોવા મળી હતી.
વડિયા
વડિયા શહેરના વેપારીભાઈઓ બંધનાએલાનમાં જોડાયા નહીં આજ સવાર થીજ લોકોએ પોતાના વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ કર્યા હતા તેવા સમયે કોંગ્રેસ કાર્યકર્તાઓ ગામ બંધ કરાવવા નીકળેલ બાદમાં વડિયા સરપંચપતિ છગન ઢોલરીયા અને ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ મિતુલ ગણાત્રા ઉપસરપંચ નિલેશ પરમાર સહિતના આગેવાનો ગામને ખુલ્લું કરાવવા માટે નિકલ્યા હતા તે સમયે બંને વચ્ચે જાહેર રોડ પર ચકમક જરી લોકોના ટોળા એકઠઠા થયેલ બાદમાં વડિયા પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસ કાર્યકર્તા ધર્મેન્દ્ર પાનસૂરિયા ,હિતેશ વોરા અને સરપંચપતિ છગન ભાઈ ઢોલરીયાની પોલીસે અટકાયત કરી હતી.
પરેશ ધાનાણી પોલીસ કાફલા સાથે ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ બંધ કરવા ગયેલ તે સમયે ચેમ્બર્સ ઓફ કોમર્સ સરપંચપતિ અને ઉપસરપંચ સાથે ચકમક જરી હતી અને સરપંચપતિએ કહી દીધેલ કે સ્કૂલ બંધ નહીં થાય તમે સ્કૂલ બહાર નીકળો બાદ પોલીસ કાફલાને કાર્યવાહી કરવા રજુઆત કરી બાદમાં પોલીસે પરેશ ધાનાણી ની કાર્ય કર્તાઓ સહિત અટકાયત કરી અને માત્ર મિનિટો માજ પોલીસે મુક્ત કરેલ હતું.
જામનગર
કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવવભારા સહિતના મુદ્દે આપેલું ભારતબંધનું એલાન જામનગર શહેરમાં મહત્તમ સફળ રહ્યું હતું, જ્યારે હાલારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ખંભાળિયા-દ્વારકા પંથકમાં બંધને મોળો પ્રતિસાદ મર્યો હતો. પોલીસે અનેક કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં હાલાર પંથકમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.
જામનગરમાં શાળા-કોલેજો બંધ રહ્યા હતાં. શિક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે જામનગરમાં સરકારી સ્કૂલ ચાલુ રહેવા પામી હતી. જામનગર શહેરમાં મહત્તમ વિસ્તારો બંધ રહ્યા હતાં. છૂટા છવાયા સ્વરૃપે દુકાનો ખુલ્લી હતી તેને કોંગ્રેસના આગેવાનો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે અનેકની અટકાયત કરી હતી.
સુરેન્દ્રનગર
પેટ્રોલ, ડિઝલ ના ભાવ વધારા તેમજ મોંઘવારી ના વિરોધ માં કોંગ્રેસ દ્વારા અપાયેલ ભરાતબંધ ના અનુસંધાને લીંબડી તાલુકા કોંગ્રેસ તેમજ લીંબડી શહેર કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ એ તાલુકા પ્રમુખ ખુશાલભાઈ જાદવ ,શહેર પ્રમુખ રઘુભાઈ ભરવાડ તેમજ જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ દિલીપ વલેરા ,આઈ ટી સેલ ના ઇલેશ ખાંદલા અનિલભાઈ સિંગલ, બાબુભાઇ સોલંકી ,સંજયભાઈ જાદવ ,નરેન્દ્રભાઈ મકવાણા,, રણજીતભાઈ પરાલિયા, નાગરભાઈ સાસણીયા ,પંકજભાઈ રાઠોડ ,નિલેશભાઈ ચાવડા વગેરે કાર્યકરો ગામ ના વિવિધ માર્ગી પર ફરી વિરોધ પ્રદર્શન કરેલ ગામ સજ્જડ બંધ રહેલ છે.
જામનગર
કોંગ્રેસ દ્વારા આજરોજ વધતી જતી મોંઘવારી મોંઘા ઈંધણ નાં વિરુધ્ધ માં આજે ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જીલ્લાના તાલુકા ધોરાજી માં બંધ નાં એલાન નો ફિયાસ્કો જોવા મળયો હતો સવાર થી જ વેપારી ઓએ પોતાના ધંધા રોજગારો ખુલા રાખ્યા હતા અને આમ ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકા માં કોંગ્રેસ નાં બંધ ના એલાન ને લોકો ઓએ સહકાર નથી આપ્યો અને આ ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકા માં બંધ નાં એલાન ને લોકો ઓએ સમર્થન આપ્યુ નથી ગણ્યા ગાંઠ્યા દુકાનો બંધ જોવા મળી હતી આમ કોંગ્રેસ નાં બંધ ના એલાન નો ફિયાસ્કો જોવા મળયો હતો
આ તકે ધોરાજી વેપારી મંડળ નાં પ્રમુખ એવાં લલિત ભાઈ વોરા એ જણાવ્યું હતુ કે પેટ્રોલ ડીઝલ ના ભાવો માં સરકાર નો કોઈ રોલ નથી જે પેટ્રોલ ડીઝલ ના ભાવો છે તે આંતરરાષ્ટ્રીય બજારો ઉપર કાચાં તેલ નાં ભાવો માં ફેરફાર થતાં હોય તેના આધારીત ભાવો હોય છે તે લોકો પણ જાણે છે ત્યારે કોંગ્રેસ નું બંધ નાં એલાન એ રાજકીય બંધ છે પ્રજાકીય બંધ નથી એટલે આ કોંગ્રેસ ના બંધ ને ધોરાજી માં નિષ્ફળતા મળી છે આમ બંધ નાં એલાન નો ફિયાસ્કો જોવા મળયો હતો
ખંભાળીયા
પેટ્રોલ ડીઝન સહીત અન્ય ચીજવસ્તુના બેફામ ભાવ વધારા સામે વિપક્ષો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ આ એલાનની ખંભાળીયામાં કોઇ અસર પડી ન હતી. ખંભાલીયા સો ટકા ખુલ્લુ, ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવતા ગ્રામ્યજનો પણ રાબેતા મુજબ જ ખરીદી માટે આવ્યા હતા.
કોંગ્રેસ પ્રેરિત બંધ સદંતર નિષ્ફળ: ભાજપનો દાવો
પેટ્રોલ-ડીઝલના ભાવો માટે સરકાર સતત ચિંતીત છે: આઇ.કે.જાડેજા
પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યુ હતુ કે, પેટ્રોલ-ડીઝલના ભાવો માટે સરકાર સતત ચિંતિત છે, કેન્દ્ર સરકારના મંત્રીઓએ તે અંગે તેમની પ્રતિક્રિયાઓ આપી છે અને ચિંતા અનુભવી રહ્યા છે. રાજકીય રોટલા શેકવા માટે કોંગ્રેસે આપેલ ભારત બંધનું એલાન સદંતર નિષ્ફળ રહેલ છે. જનજીવન, જીવન વ્યવહાર, સરકારી કચેરીઓ, વેપારી સંકુલો, શાળાઓ, અને રોજીંદુ જનજીવન હરહંમેશાની જેમ ચાલી રહ્યુ છે તે દર્શાવે છે કે, ગુજરાતની શાણી સમજુ પ્રજા કોંગ્રેસની સાથે નથી અને કોંગ્રેસને ટેકો આપવા તૈયાર નથી. કોંગ્રેસે હિંસાત્મક રૂપે તોડફોડ કરી, દેખાવો કરી, માત્રને માત્ર પ્રચાર માધ્યમોમાં રહેવા માટે શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે મેડીકલ સ્ટોર અને એમ્બ્યુલન્સને પણ અવરોધી છે. કોંગ્રેસે લોકશાહીનો દુરૂપયોગ કરીને ખંડનાત્મક રીતે નિર્રક પ્રયાસો કર્યા છે. જેને જનતા વખોડે છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને બંધના એલાન દરમ્યાન નિષ્ફળતા સાંપડી છે.
જાડેજાએ કોંગ્રેસ પર તીવ્ર પ્રત્યાધાત આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજના વિવિધ વર્ગો વચ્ચે વાડા ઉભા થાય તેવા નિરર્થક પ્રયત્નો કરીને સમાજજીવનને દુષિત કરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. સમાજજીવનમાં નકારાત્મક પ્રવૃત્તિઓ સ્વીકાર્ય નથી. આ ગુજરાત છે, ગુજરાતની પ્રજા ક્યારેય ગુજરાતમાં અહિતને સ્વીકારશે નહી. માત્રને માત્ર આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ આવા પ્રયાસો કરી રહી છે. ગુજરાતની પ્રજા ૨૦૧૯માં આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.