શર્ટ પહેરવા માટે વજન ઉતારવાની મહેનત કરીને મોડલ જેવું શરીર બનાવવાની જરૂર નથી, પરંતુ એવું શર્ટ પસંદ કરો જે તમારી ચેસ્ટની નજીક રહે. એટેલે કે અહીં શરીરની નહીં પણ શર્ટની ફેટમાં ઘટાડો કરવાની જરૂર છે. હવામાં ઊડતું લૂઝ શર્ટ હશે તો એમાં તમે હશો એના કરતાં વધુ સ્થૂળ લાગશો. શર્ટની પસંદગીમાં ખભાને પણ મોટા ભાગે નજરઅંદાજ કરવામાં આવે છે, પરંતુ શર્ટની બાંય શરૂ થાય એ લાઇન ખભા પર બરાબર બેસવી જરૂરી છે અને જો લૂઝ હશે તો કોઈ ટીનેજરે પપ્પાનું શર્ટ પહેરી લીધું હોય એવું લાગશે.
કોલરના પ્રકાર સ્ટ્રેઇટ પોઇન્ટ
મૂળ અમેરિકાની સ્ટાઇલના આ કોલર ખૂબ મોટી સાઇઝના નથી હોતા અને એના ખૂણાનો ભાગ થોડો લાંબો હોય છે જેના લીધે કોલર લાંબા અને સીધા લાગે છે.
સેમી–સ્પ્રેડ
ખૂણા બન્ને બાજુએ થોડા ફેલાયેલા હોય એવા કોલર ખૂબ સાંકડા પણ નથી હોતા અને ખૂબ પહોળા પણ નહીં, તેમજ પર્ફેક્ટ ચોરસ લુક પણ નહીં આપે.
સ્પ્રેડ
બટન બંધ કરીને પહેરવામાં આવતા સૂટ સો શર્ટ પહેરવાનું હોય ત્યારે શર્ટમાં સ્પ્રેડ કોલર આપવામાં આવે છે. ટૂંકા અને બન્ને સાઇડી બ્રોડ એવા કોલર ટાઇ સાથે સારા લાગે છે.
બટન ડાઉન
મોટા ભાગે ટાઇ સાથે શર્ટ પહેરવાનો હોય ત્યારે કોલરના ખૂણા પર લગાવેલા નાના બટનને પણ બીડી દેવામાં આવે છે જેી કોલર ઊડે નહીં અને લુક મેઇન્ટેઇન રહે. ફોર્મલ લુકમાં આ રીતે જ કોલર પહેરવામાં આવે છે.