બાબરાના અમરાપરના આધેડનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર એલર્ટ
બાબરા પંથકમાં કોંગો ફિવરે બે યુવાનના ભોગ લીધા બાદ બાબરાના અમરાપરાના આધેડને સ્વાઈન ફલુ પોઝીટીવ કેસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બાબરા પંથકમાં થોડા સમયમાં જ કોંગો ફીવરે બે યુવાનના ભોગ લેતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી બાબરા પંથકમાં જીવલેણ રોગ સામે રક્ષણ મેળવવા આરોગ્યતંત્ર દ્વારા દવાઓના છંટકાવ કરવામાં આવ્યા હતા. જીવલેણ રોગ સામે લેવાયેલા પગલા છતાં પણ બાબરાના અમરાપરના મનુભાઈ પોપટભાઈ જીયાણા નામના ૫૫ વર્ષીય આધેડને તાવ આવતા સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈનફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમની સારવાર દરમિયાન સ્વાઈનફલુ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સ્વાઈનફલુને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ છે.