તા.૧૬ અને ૩૦ સપ્ટેમ્બર તથા ૧૫ ઓકટોબરે બુથ ઉપર મતદાર નોંધણીની ખાસ ઝુંબેશ: જિલ્લામાં ૨૨૦૨ બુથ
લોકસભાની ચુંટણીને લઈને વહિવટ તંત્ર દ્વારા તૈયારીઓનો દોર શ થઈ ચુકયો છે. જેના ભાગપે મતદાર યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને લઈને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ શ કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ જિલ્લામાં ૨૦.૮૬ લાખ જેટલા મતદારો નોંધાયા છે. તા.૧૬ અને ૩૦ સપ્ટેમ્બર તથા ૧૫ ઓકટોબરે આમ ત્રણ રવિવારે બુથ ઉપર મતદાર નોંધણીની ખાસ ઝુંબેશ શ કરવામાં આવનાર છે.
રાજકોટમાં દરેક મામલતદાર કચેરીએ ૧૫ ઓકટોબર સુધી મતદાર નોંધણીનું ફોર્મ ભરી શકાશે જયારે ૧૬ અને ૩૦ સપ્ટેમ્બર તથા ૧૫ ઓકટોબરે બીએલઓ મતદાર મથકો પર આખો દિવસ બેસશે અને ફોર્મ સ્વિકારશે. આ અંગે વિસ્તૃત વિગતો આપવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે બપોરે ૪:૦૦ કલાકે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં તા.૩૧ ઓગસ્ટ સુધીમાં ૨૦,૮૬,૨૮૦ મતદારો નોંધાયા છે. જેમાં ૧૦,૮૮,૧૪૧ પુરુષ છે અને ૯,૯૮,૧૨૦ મહિલા મતદારો નોંધાયા છે. જિલ્લામાં કુલ ૨૨૦૨ બુથ છે. વિધાનસભા બેઠક વાઈઝ જોઈએ તો ૬૮-રાજકોટ પૂર્વ બેઠકમાં ૨૪૬ બુથ અને ૨,૬૨,૯૯૦ મતદારો, ૬૯-રાજકોટ પશ્ર્ચિમ બેઠકમાં ૩૦૫ બુથ અને ૩,૧૯,૭૬૮ મતદારો, ૭૦-રાજકોટ દક્ષિણ બેઠકમાં ૨૨૭ બુથ અને ૨,૪૪,૧૧૧ મતદારો, ૭૧-રાજકોટ ગ્રામ્ય બેઠકમાં ૩૫૯ બુથ અને ૩,૦૫,૯૩૯ મતદારો, ૭૨-જસદણ બેઠકમાં ૨૫૬ બુથ અને ૨,૩૦,૬૧૨ મતદારો, ૭૩-ગોંડલ બેઠકમાં ૨૩૫ બુથ અને ૨,૧૪,૨૩૪ મતદારો, ૭૪-જેતપુરમાં ૩૦૪ બુથ અને ૨,૫૫,૯૪૧ મતદારો, ૭૫-ધોરાજીમાં ૨૭૦ બુથ અને ૨,૫૨,૬૮૫ મતદારો આમ રાજકોટ જિલ્લામાં કુલ ૨૨૦૨ બુથ અને ૨૦,૮૬,૨૮૦ મતદારો નોંધાયા છે.