ગોંડલ સંપ્રદાયના ઇન્દુબાઇ મહાસજીતી તીર્થધામમાં આજે મહાવીર જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ભકતામર પાઠ તથા પચરંગી પાઠ, જેમાં ૧પ દાતાઓ તરફથી પ્રભાવના હતી ત્યારબાદ શિશુદર્શન રોજ પૂ. મોટા મહાસતીજીના જાપ કરે છે. ત્યારબાદ વ્યાખ્યાનમાં મહાવીરનો મહિમા મહત્તા ઉપર પૂ. રંજનબાઇ મ.સ.થા પૂ. સોનલબાઇ મ. તથા પૂ. નિમળબાઇ મહાસતીજીએ પ્રવચન ફરમાવ્યું હતું.
મોટા સ્વામીની સાધના ભૂમિમાં માંગલીક જાપ અવિરત ચાલુ છે. તા. ૧૪-૯ ને શુક્રવારના રોજ સવો ૮.૪૫ કલાકે નાલંદા તીર્થધામમાં ભવ્યાતિભવ્ય પારણા તથા બહુમાન મહોત્સવ છે. અઠ્ઠાઇ, નવાઇ, છઠ્ઠાઅ, ૧૧ ઉપવાસ અઠ્ઠમતપ, ચૌલાતપ, અષ્ટાંગીતપ, પંચોલાતપ આદી તપ ત્યાગથી નાલંદા તીર્થધામ ધમધમી રહયું છે. આજે દિલાવર દાતાઓ તરફથી મહાવીર જયંતિ નીમીતે પાંચ પ્રભાવના રાખવામાં આપી હતી. તથા વીસ દાતાઓ તરફથી સવારે જિનભકિતની પ્રભાવના હતી.