ફેસબુક કે વોટસએપ પર નવું ડિસ્પ્લે પિક્ચર પસંદ કરીને મૂકવું એ સામાન્ય રીતે કંટાળાજનક કામગીરી છે પણ ઓનલાઇન વિશ્વમાં લોકો તમને વધુ સારી રીતે કેમ મૂલવે તે નક્કી કરવા માટે તમારું પ્રોફાઇલ પિક્ચર આકર્ષક હોય તે વધારે મહત્વનું છે. સિડનીની ન્યૂ સાઉ વેલ્સ યુનિર્વિસટીની ટીમ દ્વારા કરવામાં આવેલું સંશોધન એવો નિર્દેશ કરે છે કે તમે તમારી જાતે તમારું પ્રોફાઈલ પિક્ચર પસંદ કરો તેને બદલે કોઈ અજાણી વ્યક્તિ તે પસંદ કરે તો તેને વધુ સારો પ્રતિસાદ મળતો હોય છે. ડો. ડેવિટ વ્હાઇટે તેમના અભ્યાસમાં જણાવ્યું છે કે લોકો સોશિયલ મીડિયાની સાઇટ્સ પર તેમની જાતે પસંદ કરેલા ફોટા મૂકે છે ત્યારે તે ઓછા આકર્ષક હોય છે. જે અન્ય વ્યક્તિઓ તમને કેવી રીતે મૂલવે છે તેની આધારશિલા છે. આી પ્રોફાઇલ પિક્ચર આકર્ષક હોય તે જરૂરી છે.લોકો ફોટાને આધારે તમારી સો સંપર્ક સાધે છે
તમે જ્યારે સોશિયલ સાઇટ્સ પર અન્ય લોકો સો સંપર્કમાં રહો ત્યારે તમારું આકર્ષક પ્રોફાઇલ પિક્ચર સારી અસરો જન્માવે છે. તમારા માટે તેમનામાં સારી છાપ જન્મે છે અને તેના આધારે તેઓ તમારી સો સંપર્કમાં રહેવું કે કેમ તે નક્કી કરે છે. તમને નોકરીમાં રાખવા કે કેમ, તમારી સો ડેટિંગ પર આવવું કે કેમ, તમારી સો મિત્રતા બાંધવી કે કેમ અને કોઈના માટે તેમને અભિપ્રાય આપવો કે કેમ તે બધું તમારા પ્રોફાઇલ પિક્ચર પરી નક્કી તું હોય છે. આી તમારું પ્રોફાઇલ પિક્ચર અન્યોને નક્કી કરવાનું કહો તે વધારે સારો વિકલ્પ છે. તમે કયા ફોટામાં વધારે સારા લાગો છો તે તેઓ વધુ સારી રીતે નક્કી કરી શકતા હોય છે.વ્યવસાય માટે જે ફોટો મૂકવાનો હોય તે વધારે સ્પર્ધાત્મક લાગવો જોઈએ
આ અભ્યાસમાં ૧૦૨ વિર્દ્યાીઓને તેમના ૧૨ ફોટામાંી વધુ સારામાં સારો અને ઓછામાં ઓછો સારો ફોટો પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી આ જ વિર્દ્યાીઓના તે જ ૧૨ ફોટામાંી વધુ સારો ફોટો પસંદ કરવાનું અજાણ્યાં લોકોને કહેવામાં આવ્યું હતું. વ્યક્તિની સારી પ્રતિભા દર્શાવતા ફોટા પસંદ કરવાનું તેમને કહેવાયું હતું. અજાણ્યાં લોકોએ જે તે સંદર્ભમાં કેવાં પ્રોફાઇલ પિક્ચર સારાં લાગી શકે તે નક્કી કરી બતાવ્યું હતું. ડેટિંગ માટે જે ફોટો મૂકવાનો હોય તે વધુ આકર્ષક હોવો જોઈએ જ્યારે વ્યવસાય માટે જે ફોટો મૂકવાનો હોય તે વધારે સક્ષમ અને સ્પર્ધાત્મક લાગવો જોઈએ.