મુળ ઉપલેટાના વતની વર્ષાથી અમેરિકાના કેલીસેમિયામાં સ્થાયી થઇ માદરે વતનનું ઋણ અદા કરતા હતા
મુળ ઉપલેટાના અને હાલ અમેરિકામાં કેલિસેમિયામાં રહેતા ગુજરાત આહિર સમાજના ભામાષા ઉકાભાઇ ગોવાભાઇ સોલંકી (ઉ.વ.૬પ) નું ટુંકી બિમારી બાદ અમેરિકામાં ગઇકાલે અવસાન થતાં તેના વતન ઉપલેટામાં શોકનું મોજુ ફરી વળયું છે. ઉકાભાઇ સોલંકી વર્ષોથી અમેંરીકામાં સ્થાયી થઇ તથા શોપીંગ હોલ બેન્ક ફાઇન્સર સહીત વ્યવસાય સાથે સંકળાઇ અમેરિકામાં વસતા ગુજરાતી તેમજ કેલીસેમીયામાં ભારે લોકપ્રિયતા મેળવી હતી.
ઉકાભાઇ સોલંકી આહિર સમાજમાં જન્મ હોવા છતાં કોઇપણ સમાજને મદદરુપ થવામાં તેને પાછી પાની કયારેય નથી કરી તેઓ અમેરિકામાં રહી માદરે વતન ગુજરાત મદદ કરવામાં કોઇ પાછી પાની નથી કરી તેઓ અમેરિકાથી દર વર્ષ પોતાના માદરે વતન ઉપલેટાનું રૂણ કરવા છેલ્લા ૧પ વર્ષ થયા ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની સ્થાપના મેડીકલ સેવા યજ્ઞનો પ્રારંભ કરી વર્ષ લાખો રૂપિયાના ખર્ચે વિદેશથી ડોકટરોને બોલાવી ૧પ દિવસ સુધી સૌરાષ્ટ્રભરમાંથી આવેલા ગરીબ દર્દીઓને ખર્ચાળ ઓપરેશન વિનામૂલ્યમાં કરી આપતા છેલ્લા ૧પ વર્ષ થવા આ સેવા યજ્ઞનો લાભ મળતા ગરીબ દર્દીઓના કરોડો રૂપિયાનો લાભ થયો છે.
માનવ સેવાની સાથે સાથે તેઓ આહિર સમાજમાં પણ મહત્વનું યોગદાન આપેલ છે. જેમાં તેઓ જુનાગઢ આહિર કેળવણી મંડળના પ્રમુખ સહીતની જવાબદારી નિભાવી તેઓનું આર્થિક ઘણૂં યોગદાન છે. ઉપલેટામાં તેમનાન માતૃશ્રીના નામે કે.જી. સોલંકી સ્કુલ બંધાવી આપેલ. તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂણીએ અમદાવાદમાં આહીર સમાજને જે જમીન ફાળવેલ તેમાં તેઓનું સાડાત્રણ કરોડનું યોગદાન આપેલ.
દ્વારકા સમાજમાં ટ્રસ્ટી તેમજ અમેરિકામાં પણ ઘણી આહિર શૈક્ષણિક ક્ષેત્રે તેઓનું યોગદાન નોંધ પાત્ર છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા વાઇબન્ટ ગુજરાતમાં તેઓ એમઓયુ કરી મહત્વનું યોગદાન આપેલ હતું. આ ઉ૫રાંત સૌરાષ્ટ્રમાં ઘણી મેડીકલ હોસ્પિટલોમાં તેઓએ છુટા હાથે યોગદાન આપેલ હતું. ઉકાભાઇ સોલંકી તેમની પાછળ બે પુત્રો અને ત્રણ દિકરીઓ પત્ની નલીનીબેનને વિલાપ કરતા છોડી ગયા છે. ઉકાભાઇ સોલંકી રાજસ્થાનના બિકાનેરમાં યાદવ પરિવારના નલીનીબેન સાથે લગ્ન કરેલા હતા. ઉ૫લેટા આહિર સમાજના વિર ભાષામાં ઉકાભાઇ સોલંકીનું અવસાન થતા તેના માદર વતન ઉપલેટામાં શોકનું મોજું ફરી વળ્યું છે.