ચાર મહિનાથી અન્ડરગ્રાઉન્ડ કોટડીયા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણામાં છુપાતા ફરતા હતો
રવિવારના રોજ બિટકોઈનમાં મલ્ટી કરોડના ગોટાળા અંગે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની ધરપકડ કરવામાં આવી છે. કોટડીયા મહારાષ્ટ્રના ધુલે અમાલનેરમાં અંડર કન્ટ્રકશન રેલવે કવોટરમાં છેલ્લા ચાર મહિનાથી છુપાયેલો રહ્યો હતો. અમદાવાદના ડે. કમિશનર દિપેન ભાદ્રાને કહ્યું હતુ કે કોટડીયાને અમદાવાદ આવી સીઆઈડીને હવાલે કરાયો હતો.
કોટડીયા પર બિટકોઈન ઉપરાંત કિડનેપીંગનો પણ આરોપ છે. બિટકોઈન કેસમાં નોટબંધી બાદ રોકાણકારોના રૂ.૮૮૦૦ કરોડ ચાઉ કર્યા હોવાનો આરોપ છે. સીઆઈડી ક્રાઈમ સોર્સ મુજબ ભટ્ટના ભાગીદાર કિરીટ પાલડીયો તેનો હિસ્સો ચૂકવ્યો નહતો. માટે અમરેલીના સુપ્રીટેન્ડર પોલીસ અને કોટડીયાએ ભાગીદાર શૈલેષ ભટ્ટનું અપહરણ કરાવ્યું હતુ.
૨૦૧૨માં કોટડીયા ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ધારીથી જીત્યો હતો. જે ૨૦૧૪માં ભાજપમાં મિશ્ર થઈ ગઈ હતી સૂરતના બિલ્ડર ભટ્ટનો દાવો છે કે કોટડીયા અમરેલીના જગદીશ પટેલ, લોકલ ઈન્સ્પેકટર અનંત પટેલ અને અન્ય ૯ લોકોની તેના અપહરણમાં જોડાયેલા હતા.
આ તમામ લોકો ૧૨ કરોડના બિટકોઈન પચાવી પાડયા હતા જગદીશ પટેલ અને અનંતપટેલ પર્દા પાછળના કલાકારો રહ્યા ત્યારે કોટડીયાને કોર્ટે આરોપી જાહેર કર્યો હતો. હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે યીમમાં ઈન્સ્પેકટર કિરણ ચૌધરી, જે.એન. ચાવલા રહ્યા હતા તેમનું કહેવું છે કે કોટડીયા બે મહિનાથી રેલવે કવોટરનાં બીજા માળે રહેતો હતો પોલીસ અધિકારીઓની ઉડી તપાસ બાદ રવિવારે પોલીસ અમાલનર ખાતે પહોચી હતી કોટડીયા સૂતો હતો. અને પોલીસ તેને ઝડપવા પહોચી હતી તે રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં છુપાતો રહેતો હતો. તેનું લોકેશન ટ્રેસ ન થાય માટે તે સેલફોનનો ઉપયોગ કરતો નહી અન્ડરગ્રાઉન્ડ રહેવા માટે તે લોકો પાસેથી પૈસા લેતો હતો.