બંધના એલાનના પગલે કોંગી અગ્રણીઓ, એનએસયુઆઈ અને વોર્ડના કાર્યકરોની અટકાયત કરી હેડ કવાર્ટર નજર કેદ કરાયા
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા કોંગ્રેસી આગેવાનો, એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ, વોર્ડના કાર્યકરો અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાયત કરી પોલીસ હેડ કવાર્ટર ખાતે નજર કેદ કર્યા છે.
બંધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો વેપારીઓને દુકાનો બંધ કરાવવા અને શાળા-કોલેજો બંધ કરાવે તે પૂર્વે જ શહેર પોલીસે કોંગ્રેસના આગેવાન જશવંતસિંહ ભટ્ટી, અશોકભાઈ ડાંગર, મહેશ રાજપૂત, દિપકભાઈ સોલંકી, હિતેશભાઈ મહેતા, નિલેશભાઈ મારૂ, સુરેશભાઈ ગેરૈયા, જયંતીભાઈ બુટાણી, શૈલેશભાઈ જાદવ, વિનુભાઈ ચૌહાણ, નારણભાઈ હિરપરા, ભગવાનભાઈ ધ્રાંગા, હાનભાઈ ડાકોરા, એનએસયુઆઈના ભરતસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, સતુભા જાડેજા, મોહનભાઈ સિંધવ, યશપાલ મકવાણા, નિલુ સોલંકી, રણજીતભાઈ મુંધવા, રાજુભાઈ જુંજા, ભાવેશભાઈ પટેલ, બળવંતભાઈ છાટબાર, નિલેશભાઈ ગોહેલ, નૈમીશભાઈ સોની, સુરેશભાઈ સીતાપરા અને યોગેશ પાદરીયા સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી સવારથી જ પોલીસ હેડ કવાર્ટર ખાતે નજરકેદ રાખ્યા છે.
જયારે જિલ્લાના ઉપલેટા, ગોંડલ, ધોરાજી, પાટણવાવ, જસદણ, કોટડા સાંગાણી, લોધીકા, પડધરી અને શાપર સહિતના ગામોમાંથી પોલીસે કોંગ્રેસના આગેવાનો વેપારીઓની દુકાનો અને શાળા-કોલેજો બંધ કરાવે તે પૂર્વે જ અટકાયત કરી નજરકેદ કર્યા હતા. આ બંધમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, અર્જૂનભાઈ ખાટરીયા, ચંદુભાઈ શીંગાળા, કિશોર આંદિપરા, શૈલેશ કપુરીયા, સુરેશ બથવાર સહિતના અગ્રણીઓ બંધ કરવા માટે અપીલ કરી હતી.