પોથીયાત્રા, પ્રવચન, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા: બહોળી સંખ્યામાં હરિભકતોએ લીધો લાભ
સ્વામિનારાયણ ગુરૂકુલમાં ૫૬માં બ્રહ્મભીના બ્રહ્મસત્રની પૂર્ણાહુતિ સંતવૃંદ તથા વિશાળ ભાવિક ભકતો ભાઈ-બહેનોની વિશાળ હાજરીમાં થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને સમાજમાં ગુરૂકુલ પ્રવૃતિને નવસર્જન કરનાર પૂ.સદગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આજથી ૫૬ વર્ષ પહેલા બ્રહ્મસત્રમાં ભકિતના અને સત્સંગના રંગે રંગવા રાજકોટ ગુરૂકુલના કારણે શરૂઆત કરી હંમેશા પવિત્ર શ્રાવણ માસમાં એકાંતિક પવિત્ર સંતોની સંગાથે જીવનને સત્સંગ ભકતના રંગે રંગવા તેમજ અયોગ્ય સ્વભાવો અને વાસનાને નિમૂલ્કરવા અને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની આરાધના કરવા આ બ્રહ્મસત્ર શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુર-સુદુરથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા છે.
તાજેતરમાં બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂ.ગુરુમહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી તથા વડીલ સંતો અમેરિકાના ડલાસ તથા આર્જેન્ટીયા બંને સ્થળોએ ગુરૂકુલ રાજકોટની શાખા ગુરૂ તેના શુભારંભમાં ઉપસ્થિત હતા. તેમની ગેરહાજરીમાં વડીલ સંતો પૂ.ઘનશ્યામ જીવનદાસજી સ્વામી પૂ.પુરાણી સદગુરુ પુરાણી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, પૂ.સહસ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂ.સંતવલ્લભદાસજી સ્વામી, પૂ.ભકિતવલ્લભદાસજી સ્વામી, પૂ.કેશવજીવનદાસજી સ્વામી વગેરે સંતોના માર્ગદર્શન હેઠળ બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોથીયાત્રા કાઢવામાં આવી હતી.
તેમાં વિશાળ સંખ્યામાં સંતો-હરિભકતોએ રાસ રમતા અને ધુન-કિર્તનની રમઝટ બોલાવી શરૂઆત કરી શ્રીજી મહારાજને પાલખીમાં બેસાડી શોભાયાત્રા કાઢી દરરોજ સવારના અને બપોરના સેશનમાં શ્રીમદ સત્સંગીજીવન કથાપારાયણનો લાભ પૂ.પુરાણી નંદકિશોરદાસજી સ્વામી તથા પૂ.પુરાણી અમૃતજીવનદાસજી આપ્યો હતો. આ પ્રસંગે આઘ્યાત્મિક વ્યાખ્યાનમાળાનું પણ આયોજન કરાયું હતું. જેમાં વચનામૃતનું વ્યાખ્યાન પૂ.સદગુરુ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પૂ.શાસ્ત્રી શ્રીકૃષ્ણચરણદાસજી સ્વામી (બેંગ્લોરવાળા) આપતા છતાં વચનામૃતના ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં ઉદાહરણ દ્વારા બંને સંતોએ સમજાવ્યા હતા જે સાંભળી વિશાળ ભાવિક સમુદાયે પ્રસન્નતા વ્યકત કરી હતી.
આ બ્રહ્મસત્રમાં રાત્રીના સમયે પણ વિવિધ આયોજનો દરરોજ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પુ.પુરાણી ઘનશ્યામજીવનદાસજી સ્વામીએ સૌને મીઠી મધુરી યાદ આપી સદકાર્ય કરી સમાજને ઉપયોગી બની ભગવાનને ભજવાની સલાહ આપી હતી. આ પ્રસંગે યુવાન શાસ્ત્રી અચલજીવનદાસજી સ્વામી, શાસ્ત્રી નિર્મુલજીવનદાસજી સ્વામી, ભંડારી ગોવિંદપ્રસાદદાસજી સ્વામી વગેરે સંતોએ આધ્યાતિમક પ્રવચન આપ્યું હતું.
સમગ્ર બ્રહ્મસત્રના મુખ્ય યજમાનપદે રવજીભાઈ દામજીભાઈ ભોરણીયા તથા નરેન્દ્રભાઈ આત્મારાભાઈ પટેલ રહ્યા હતા. કથા પારાયણના યજમાનપદે ડો.પંકજભાઈ પરમાનંદભાઈ થોરિયા, સત્સંગીજીવન સંહિણ પાઠના યજમાન તરીકે લલિતભાઈ જેસડિયા તથા રમેશભાઈ ચાંગાણી તથા મેઘજીભાઈ ચાંગાણી રહ્યા હતા. ભોજન પ્રસાદના યજમાન તરીકે મોહનબાપાની સ્મૃતિમાં રામભાઈ, મણીભાઇ, મગનભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ, હરેશભાઈ જીવરાજભાઈ મહેતા રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રસોડાલ વિભાગ, સભા વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, ઉતારા વિભાગ, સુશોભન વિભાગ વગેરેમાં ભાવિક, ઉત્સાહી તરવરીયા ગુરુકુલના ભૂતપૂર્વ અને ચાલુ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. જે ખરેખર દાદ માંગી લે તેવી હતી એમ શ્રી બાલુભગત તથા નીલકંઠ ભગતની યાદીમાં જણાવાયું છે.