શહેરના ત્રણ સ્થળે જુગારના દરોડા
મહિલા સહિત ૨૨ પત્તાપ્રેમી ઝડપાયા: રૂ.૭૬ હજારનો મુદ્દામાલ કબ્જે
શહેરમાં દારૂ-જુગારની બદી ડામવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે ત્રણે સ્થળે જેમાં ઠક્કરબાપા હરીજનવાસ, ગાંધીગ્રામ અને ખોડલ પેલેસમાં જુગારના દરોડા પાડી રૂ.૭૬ હજારના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત ૨૨ પત્તાપ્રેમીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ખોડલ પેલેસ એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર ૧માં રહેતા સંજયભાઈ ફલેટમાં જુગાર રમાતો હોવાની બાતમી તાલુકા પોલીસને મળતા દરોડ પાડી જુગાર રમતા ઢેબર રોડ પર આવેલા શિવાલીક એપાર્ટમેન્ટ એફ-૧૧માં રહેતા જગદીશ બચુભાઈ બારોટ, જશરાજનગર શેરી નં.૧માં રહેતા મેહુલ મુકુન્દભાઈ જોષી, બાબરીયા કોલોની શેરી નં.૧માં રહેતા શરદ કાશીરામભાઈ ગોંડલીયા અને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા પુનીતનગરમાં રહેતા દિલીપસિંહ જયુભા ગોહિલ નામના પત્તા પ્રેમીઓને ઝડપી પી.એસ.આઈ. એન.કે. રાજપુરોહિત, ગોપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે પટમાંથી રૂ.૨૬ હજારની મત્તા જપ્ત કરી છે.
જયારે બીજો દરોડો ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ વિસ્તારના ગોપાલનગર શેરી નં.૧માં રહેતા બ્રીજેશના મકાનમાં પાડી મકાન માલીક બ્રીજેશ જીવનભાઈ ગોહિલા, કાલાવડ રોડ પર આવેલા કણકોટના પાટીયા પાસે રૂડા-૨ ઈ-૨૦૧ નંબરના ફલેટમાં રહેતા સાગર પ્રવિણભાઈ પરમાર, જીવંતીકાનગર શેરી નં.-૨માં રહેતો સુનીલ નંદલાલ પરમાર, માધાપર પાસે રહેતા સંદીપ કાંતિલાલ સીંગડીયા, ગોપાલનગર શેરી નં.-૧માં રહેતો હિરેન નરોતમભાઈ ચાવડા, અક્ષરનગર-૫માં રહેતો ધર્મેન્દ્ર વિનોદભાઈ રાઠોડ, અક્ષરનગરમાં રહેતો ભુપત રામજીભાઈ પરમાર અને ગોપાલનગર-૧માં રહેતા વર્ષાબેન રાજેશભાઈ ગોહેલ નામના શખ્સોને ઝડપી ગાંધીગ્રામ પોલીસે પટમાંથી રૂ.૧૦ હજાર કબ્જે કર્યા છે.
ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતા જયંતીભાઈ જીણાભાઈ વાઘેલાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પ્ર.નગર પી.આઈ. બી.એમ.કાતરીયા, હેડ કોન્સ. દેવશીભાઈ ખાંભલા અને અરવિંદભાઈ મકવાણા સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા જયંતી જીણા વાઘેલા, સુભાષ મનગ વાઘેલા, સોમજી ભગવાન રાઠોડ, દેવજી ટપુ વાઘેલા, લક્ષ્મણ આંબા નાઘેરા, સંજય ડા ઝાલા, બાદલ નરસિંહ વાઘેલા, સાજન બટુક વાઘેલા અને પ્રફુલ મીઠા શીંગાડા નામના શખ્સોને રૂ.૪૦૫૩૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.