વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશની પહેલી વિશ્વ મોબિલિટી સમિટ ‘મૂવ’નું ઉદ્ઘાટન કર્યું. નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજીત ગ્લોબલ મોબિલિટી સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે સારી મોબિલિટી સારી નોકરીઓ, સ્માર્ટ માળખાકિય સુવિધા પ્રદાન કરે છે અને જીવનની ગુણવત્તામાં સુધાર લાવે છે. ઉલ્લેખનીય છે કે, સમિટમાં અન્ય વાતો ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન અને સંયુક્ત મોબિલિટીને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. નીતિ આયોગ બે દિવસની સમિટનું આયોજન કરી રહ્યું છે. તે 7થી 8 સપ્ટેમ્બર સુધી ચાલશે.
My vision for the future of mobility in India is based on 7 C’s: Common, Connected, Convenient, Congestion-free, Charged, Clean, Cutting-edge: Prime Minister Narendra Modi at the inauguration of 1st Global Mobility Summit ‘MOVE’ at Vigyan Bhavan in Delhi pic.twitter.com/D7is3gx6zt
— ANI (@ANI) September 7, 2018
સમિટને સંબોધિત કરતા મોદીઅખે કહ્યું કે, નિશ્વિત રીતે ભારત MOVE પર છે અમારી અર્થવ્યવસ્થા MOVE પર છે.આપણે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છીએ. આપણા શહેર અને કસ્બા MOVE પર છે. આપણે 100 સ્માર્ટ સિટીનું નિર્માણ કરી રહ્યા છીએ. આપણી માળખાકિય સુવિધાઓ MOVE પર છે. આપણે ઝડપથી રસ્તાઓ, એરપોર્ટ, રેલલાઇન અને પોર્ટ બનાવી રહ્યા છીએ.