નર્મદા ડેમ યુનીટી સાઇટ ખાતે સરદાર પટેલની ૧૮૨ મી. ઊંચી પ્રતિમાની સાથે એડવેન્ચર એકટિવીટી, વોટર સ્પોટસ અને ઇકો ટુરીઝમ અનોખું આકર્ષણ જમાવશે
કચ્છના રણોત્સવની જેમ નર્મદા ટેન્ટ સિટી ઉત્સવ ઉજવાશે
ગુજરાતમાં ફરવા લાયક ઘણાં પ્રતિષ્ઠિત સ્થળો આવેલા છે. જેમાં સાપુતારા, સાસણ ગીર, કચ્છનું રણ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આ સ્થાનકોમાં વધુ એક સ્થળનો ઉમેરો થવાનો છે જે નર્મદા ડેમની યુનિટી સાઇટ છે. જી હા, આ યુનીટી સાઇટ ગુજરાતના તમામ રમણીય સ્થળોએ ભુલાવી દેશે અને સ્થાનીક સહીત વિદેશી ટુરીસ્ટ માટે એક અનોખા આકર્ષણનું કેન્દ્ર બનશે.
લોખંડી પુષ અને ભારતના બિસ્માર્ક સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. જેનું અનાવરણ નર્મદા ખાતે સરદાર પટેલના જન્મદિન એટલે કે ૩૧ ઓકટોમ્બરના રોજ થનાર છે. આ પ્રતિમા જ નર્મદા સાઇટનું મુખ્ય આકષણ બની રહેશે. વિશ્વની સૌથી ઊંચી એવી ૧૮૨ મીટરની આ પ્રતિમાની નજીક એડવેન્ચર એકટીવીટી વોટર સ્પોર્ટની સાથે સાથે ઇકો ટુરીઝમ વિકસશે. કચ્છના વીન્ટર ફેસ્ટીવલની જેમ જ અહી ૨૫૦ તંબુેઓની વ્યવસ્થા ઉભી કરાશે.
અધિકારીઓએ આ વિશે માહીતી આપતા જણાવ્યું છે કે કચ્છમાં દર વર્ષે નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી રણોત્સવ ઉજવાય છે. તે જ રીતે નર્મદાના નર્મદા ટેન્ટ સીટી નામક ઉત્સવ ઉજવાશે. જે સાધુ બેટ હબ દરેક મુસાફરને આકર્ષિત કરશે.
ટુરીઝમ મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, નર્મદા યુનીટી સાઇટને એક ટુરીઝમ હબ બનાવવા તરફ કામ ચાલી રહ્યું છે. અહીં તમામ આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરાશે. મ્યુઝીકલ ફાઉન્ટેઇન્સ વોટર સ્પોર્ટ તેમજ તંબુઓ અને વિશ્ર્વસ્તરના લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ઉભી કરાશે.
રણોત્સવની જેમ નર્મદા ટેસ્ટ સીટી ઉત્સવ માટે એકથી બે રાત્રી રોકાણના રૂપીયા ૮૦૦૦ થી ૯૦૦૦ ભાડુ રહેશે. આ સુવિધાની સાથે સરદાર પટેલના જીવનચરિત્ર પર એક એકિસબીશન પણ સતત કાર્યરત રહેશે. આ નર્મદા સાઇટને ટુરીઝમ તરીકે વિકસાવવાથી મુસાફરો તો આકર્ષાશે પરંતુ આ સાથે ૧૫ ટકા સ્થાનીક લોકોને રોજગારી પણ મળશે