સહકારી મંડળીઓ દ્વારા ખેડુતોની આવક વધારવા માટે ખેડુત ઉત્પાદક સંગઠનો ઉભા કરવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હાલના સમયમાં દિવસે દિવસે ખેતી ખર્ચ વધતો જતો હોય, ખેતી ખર્ચ ધટાડવા અને ખેડુતોએ ઉત્પાદીત કરેલ માલના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજકોટ અને મોરબી જીલ્લાના ખેડુતોને સંગઠીન કરી ખેડુત ઉત્પાદક સંગઠનો ઉભા કરવા માટે નાબાર્ડ, રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી. તથા ખેતી વિષયક મંડળીઓ દ્વારા ઝુબેશ રુપે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
જેના ભાગરુપે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડુતો દ્વારા ઉત્પાદીત થયેલા માલના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખેડુતોને ખેતી માટે જરુરીયાત મુજબની વસ્તુઓ જેવી કે બિયારણ, દવા, ખાતર વિગેરેની ખરીદી એકી સાથે કરવા ખેડુતોનું સંગઠીત ગ્રુપ બનાવી ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડુતો દ્વારા ઉત્૫ાદીત થયેલા માલ અંગે બજારલક્ષી માહીતી મેળવી એકી સાથે સંગઠીત ગ્રુપ દ્વારા જ વેંચાણ કરવા અંગેની જાણકારી બેંકના જનરલ મેનેજર વી.એમ. સખીયા, નાબાર્ડ ડી.ડી.એમ. દેવેન પરમાર તથા માસ્ટર ટ્રેનર્સ દ્વારા આપવામાં આવ્યા છે.
ખેડુતો પોતાનું સંગઠીત ગ્રુપ બનાવી વચેટીયાઓને દુર કરી પોષણક્ષમ ભાવ મેળવે અને ખેતી ખર્ચ ધટાડી શકે તે માટે માર્ગદર્શન અને તાલીમ બેંક ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન અને સહકાર હેઠળ રાજકોટ ડીસ્ટીકટ કો.ઓપ બેક લી. દ્વારા આપી બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. ખેડુત ઉત્પાદક સંગઠનો ઉભા કરવા માટેના તાલીમ કાર્યક્રમો કરવા માટે નાબાર્ડ અને રાજકોટ ડીસ્ટ્રીક કો.ઓપ. બેંક લી.એ આર્થીક સહયોગ આપ્યો છે.