સુરેન્દ્રનગર શહેરના પોલીસ ખાતાનો સારી એવી લોક ચાહના મેળવી બહોળા મિત્ર-વર્તુળથી લઈ રાજકીય આગેવાનો સુધી લોક ચાહનાના ચાહક બની ચુકેલા અબ્બાસભાઈ પરમારના પુત્ર સમાજ સેવા કરે અને સમાજના દરેક વર્ગમાં પણ લોકચાહના ચાહક બની રહે એવા હેતુસર પુત્ર રિયાઝને ડોકટર બનાવવા માટે ખ્યાબ જોયા હતા.
ત્યારે નાની વયે પરમાર પરિવારમાં રિયાઝભાઈ પરમાર ડોકટર બનીને આવ્યા અને પિતાએ સેવેલા સ્વપ્ન પુત્ર ડો.રિયાઝ દ્વારા સાકાર કરવામાં આવ્યા દરેક સમાજમાં વર્ચસ્વ ધરાવતા અબ્બાસભાઈ પરમારના પુત્ર ડો.રિયાઝ ડોકટર બન્યા બાદ સુરેન્દ્રનગર શહેરની નામાંકિત ગણાતી હોસ્પિટલ સી.જે. હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.
સહયોગ કલીનીકના ઉદઘાટન પ્રસંગમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જસુભા ઝાલા એડવોકેટ મહેન્દ્રભાઈ શાહ, નવીનભાઈ શાહ તેમજ એડીશનલ ડી.જી. પૂર્વ સૈયદ સાહેબ તેમજ વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ તેમજ સુરેન્દ્રનગર સિકંદર સિંગ પરીવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. વોર્ડ નં.૧ના કોર્પોરેટર મહેબુબખાન મલેક તેમજ કે.સી.દવે. સંગીતમવાળા નરેશભાઈ, વાય.બી.રાણા, જે.એમ.શાહ, રાજભા રાણા, ઝાલા લાલામા, જયુભા માલધારી પરીવારના છબીલદાસ, છગનલાલ ભાજપ યુવા મોરચાના માલીયા સાહેબ, જાકીરભાઈ તેમજ કિરીટસિંહ રાણા, પૂર્વ મંત્રી દ્વારા શુભકામના પાઠવવામાં આવેલ અને આ સહયોગ કલીનીક સેવાનું માધ્યમ બની રહે તેવા આર્શિવચનો આપવામાં આવ્યા હતા.