રફાળેશ્વરનાં મેળા દરમિયાન આજથી ત્રણ દિવસ માટે રેલવે દ્વારા ખાસ ટ્રેન દોડાવવામાં આવશે.
રેલ મંત્રી પીયુષ ગોયલની પહેલથી પશ્ચીમ રેલવે દ્વારા રાજકોટ મંડળ પર રફાળેશ્વર મેળા દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં લઈ ૮ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધી (ત્રણ દિવસો માટે) વાંકાનેર તથા મોરબી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
મંડળ રેલ પ્રબંધક પી.બી. નિનાવે જણાવ્યું કે રફાળેશ્વર ડેમુ સ્પેશિયલ ટ્રેન તા.૮ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બપોરે ૧૪ કલાકે મોરબીથી ઉપડીને ૧૪.૪ કલાકે નજરબાગ, ૧૪.૧૩ કલાકે રફાળેશ્વર, ૧૪.૨૩ કલાકે મકનસર ૧૪.૩૧ કલાકે ધુવા તથા ૧૪.૫૦ કલાકે વાંકાનેર પહોચશે. પરતમાં આ ટ્રેન બપોરે ૧૫.૦૦ કલાકે વાંકાનેરથી ઉપડીને ૧૫.૧૧ કલાકે ધુવા, ૧૫.૧૯ કલાકે મકનસર, ૧૫.૨૪ કલાકે રફાળેશ્ર્વર તથા ૧૫.૩૭ કલાકે નજરબાગ તથા ૧૫.૫૦ મોરબી પહોચશે.