રાજકોટના ગૌરવ સમાન યુવા ખેલાડી સિધ્ધાંત રાણાની પસંદગી ઈન્ડીયા અન્ડર-૧૯ બી ક્રિકેટ ટીમમાં થઈ છે જેને શુભેચ્છા પાઠવવા છ.શા.વિરાણી બહેરા મૂંગા શાળા દ્વારા એક કાર્યક્રમ રાજકોટના ઓડીટોરીયમ ખાતે સંસ્થાના બધા બાળકો તથા ટ્રસ્ટીગણ, કર્મચારીગણ વિગેરેએ શુભેચ્છા પાઠવી હતી. બધિર દિકરીઓએ પરંપરા મુજબ કુમકુમ તિલક કરી શહેર તથા રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. સિધ્ધાંત રાણાના કોચ રાજદીપસિંહ જાડેજાએ આ યુવા ખેલાડીની કારકિર્દીની શઆતથી અત્યાર સુધીની યાદગાર પળો બધિર બાળકોને સાંકેતિક ભાષામાં આપી હતી. સિધ્ધાંત રાણાએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે તેને આ સફળતા મળી છે. ફીટનેસ અને એકાગ્રતા દ્વારા અને તેમના પિતા જયદેવસિંહ રાણાએ ખાસ પ્રોત્સાહિત કરી કારકિર્દી યશસ્વી બનાવવામાં સિંહ ફાળો આપ્યો હોવાનું જણાવ્યું હતું. શાળાના આચાર્ય કશ્યપભાઈ ડી.પંચોલી તથા રાજુભાઈએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા સિધ્ધાંતને શુભેચ્છા પાઠવી પ્રેરકબળ પૂરું પાડયું હતું.
Trending
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ
- ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે આ બીમારી!
- કંસ, શકુની, કૃષ્ણ સહિત મહાભારતના આ 5 મામા હતા મહાપ્રતાપી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, મિત્રો માટે સારી તક આવે, દિવસ લાભદાયક રહે.