ચેરિટી કમિશનરના આદેશથી શહેરભરમાં ચર્ચા
સાવરકુંડલા ના મહુવા રોડ ખાતે આવેલ શ્રી મણીભાઈ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ સંચાલીત બાલમંદિર શોપિંગ સેન્ટર માં ઉપર ના માળે બે વેપારી દ્વારા ટ્રસ્ટ કે નગરપાલિકા ની મજૂરી વગર પાંચ દુકાનો બનાવવામાં આવતા ભાવનગર સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવેલ છે કે ટ્રસ્ટ દ્વારા નીચે ના ભાગે ૧૯ દુકાનો બનવવામાં આવેલ છે તેમા થી ટ્રસ્ટ ની મંજૂરી વગર ભાડુઆતો દ્વારા દુકાનો નું ઉપર ના માળે કરવામાં આવેલ બાંધકામ તે કાયમી ધોરણે સ્થગિત કરવાનો હુકમ કરવામાં છે.
સાવરકુંડલા મણીભાઈ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટર દુકાનો માંથી પાંચ વેપારીઓ દ્વારા ઉપર ના માળે બાંધકામ કરવામાં આવતા સાવરકુંડલા નગરપાલિકા ની પણ કોઈપણ મંજૂરી મેળવેલ ન હોવાથી બાંધકામ હટાવવા પાલિકા ચિફઓફિસર ને પણ હુકમ મોકલવામાં આવ્યો હતો.
વેપારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ચેરિટી કમિશનર ભાવનગર દ્વારા ટ્રસ્ટ ને ધી ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ ની કલમ-૪૧ એ તથા ૬૯ અન્વયે નોટિસ આપવામાં આવી છે. તથા ટ્રસ્ટ એક્ટ કલમ-૩૫ હેઠળ મંજૂરી સિવાય બાંધકામ કરવું નહીં તથા ભાડુઆતો ને કરવા દેવું નહિ છતાં પણ બાંધકામ કરવામાં આવતા આ બાંધકામ ને સ્થગિત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર બાંધકામ ને સ્થગિત કરવાની અરજી ઈકબાલભાઈ સેલોત તથા મયુરભાઈ વાઘેલા દ્વારા ચેરિટી કમિશનર ભાવનગર ખાતે દાવા નંબર.- ૪૧/૩૦/૨૦૧૭ થી કર્યો હતો. અગાઉ તારીખ.-૨૧/૧૦/૧૬ ના રોજ મનાઈ હુકમ આપવામા આવેલ હોવા છતાં હુકમ નપ અનાદર કરવામાં આવતા ટ્રસ્ટ એકઠ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ હુકમ બજાવવામાં આવ્યો હતો.