પ્લેન પડતાંની સાથે જ આગથી ભડકી ઉઠ્યું એરફોર્સનું ફાયટર મીગ 27 વિમાન
જસ્થાનના જોધપુર નજીક એરફોર્સનું મીગ 27 વિમાન ક્રેશ થયાની ઘટના ઘટી છે. જો કે તેમાં પાયલટ અને કો-પાયલટનો બચાવ થયો છે.
આ અકસ્માત મંગળવારે સવારે સવારે 9 વાગે જોધપુર નજીક દેવલિયા ગામ પાસે થયો. જોકે આ અકસ્માતમાં વિમાનના પાયલોટને નુકસાન થયું નથી. રિપોર્ત અનુસાર, આ અકસ્માત ટેક્નિકલ ખામીના લીધો સર્જાયો હતો. વિમાન ક્રેશ થતાં ખાલી જગ્યા પર આગ લાગી ગઇ હતી, જેને ફાયર બ્રિગેડ દ્વારા ઓલવવામાં આવી. એરફોર્સના જવાન અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા.
જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું, તેની આસપાસ બધા લોકો સુરક્ષિત છે, પરંતુ પ્લેન ક્રેશ થવાના કારણે તેમાં આગ લાગી ગઇ છે. ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.
Indian Air Force MiG 27 crashes near Rajasthan’s Jodhpur, Pilot safe; More details awaited. pic.twitter.com/bVa9LiTZgv
— ANI (@ANI) September 4, 2018