ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં ભગવાન કૃષ્ણને વધાવવા માટે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ ભક્તિમાં મગ્ન ભક્તો આજે ડાકોરના ઠાકોર કે શામળાજીના શામળિયા અને દ્વારકાના દ્વારકાધીશના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડશે.
રાત્રે 12 વાગ્યે ગુજરાતના તમામ કૃષ્ણ મંદિરો જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠશે. ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક, દિવ્ય વસ્ત્રો આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણને તમામ પ્રકારના મિષ્ટાન, ફરસાણ અને પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવશે.