એશિયન રમતોમાં શનિવારે ભારતનું અભિયાન સમાપ્ત થઇ ગયું. ભારતે છેલ્લા 14 દિવસોમાં એશિયન રમતોમાં 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 69 મેડલ્સ જીત્યા છે. એશિયાડના 67 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ અને સૌથી વધુ મેડલ જીતવાની દ્રષ્ટિએ આ વખતનું પ્રદર્શન સૌથી શ્રેષ્ઠ રહ્યું. 1951ના એશિયાડમાં ભારતે કુલ 51 મેડલ્સ જીત્યા હતા.
ત્યારે ભારતને 15 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. તે વખતે રેન્ક લિસ્ટમાં ભારત બીજા સ્થાન પર હતું. ભારત આ વખતે રેન્ક લિસ્ટમાં ટોપ-5માં સ્થાન મેળવી શક્યું નથી. ભારતને 8મું સ્થાન મળ્યું. ભારત 2014 ઇંચિયોન એશિયાડમાં પણ 8મા સ્થાન પર રહ્યું. હતું.
1986 સિયોલ એશિયાડમાં ભારતને પાંચમું સ્થાન મળ્યું હતું. આ વખતને એશિયાડમાં ટોપ-3માં ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા રહ્યા. ચીને 132 ગોલ્ડ, 92 સિલ્વર, 65 બ્રોન્ઝ જીત્યા. રવિવારે એશિયાડનો છેલ્લો દિવસ છે, પરંતુ ભારતની કોઇપણ સ્પર્ધામાં ભાગીદારી નથી.