બાયોટેક અને ફાર્માસ્યુટીકલ સેકટરને બુસ્ટર ડોઝ અપાશે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગાંધીનગરમાં નવી હાઈટેક બાયોટેકનોલોજી યુનિવર્સિટી સ્થાપવામાં આવશે. ગુજરાત ફોરેન્સીક લેબ અને પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી યુનિવર્સિટી બનાવવાની મંજુરી આપી દેવામાં આવી છે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી રાજયમાં બાયોટેકનોલોજી વિસ્તારમાં ઈકોસિસ્ટમ બનાવવા માંગે છે. ૨૦૨૧ સુધીમાં રાજય રૂ.૧૫ હજાર કરોડના રોકાણો કરશે તેવા લક્ષ્યો છે.
ડેવલોપમેન્ટના સુત્રોનું કહેવું છે કે,રાજય સરકાર બાયોટેકનોલોજી વિસ્તારમાં વૃદ્ધિ કરવા માંગે છે. યુનિવર્સિટીમાં કોર્પોરેટ અને બાયોટેક સ્ટાર્ટઅપ માટે ઓછી સુવિધાઓ છે અને રાજયમાં ઉચ્ચ શિક્ષણ માટેના અમુક કોર્સ જ છે. નવી બાયોટેક યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજયુએશન અને ડોકટોરીયલ સ્ટડી માટેના કોર્ષ ઉપલબ્ધ કરાવશે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે ઉધોગો માટે જો રિસર્ચ અને પ્રમોશન વધારવામાં આવે તો ગુજરાત પણ ફાર્માસ્યુટીકલ્સ અને બાયોટેક હબ બની શકે.