રોજીંદી જીંદગીથી બ્રેક લઇને ઇતિહાસ, પ્રાકૃતિક સૌર્દ્ય અને યાદગાર મુસાફરીની શરુઆત કરવા માંગતા એડવેન્ચરનાં શોખીનો માટે હિલ સ્ટેશન એક શ્રેષ્ઠ વિકલ્પ હોય છે. કુદરતનાં ખોળામાં વસીને તળાવ, ચિંતામુક્ત બનવાનો મોકો એટલે સુરતથી નજીક જ આવેલું ધરમપુર તાહસિલ પાસેનું વિલ્સન હિલ સ્ટેશન છે.
૧૯૨૩ થી ૧૯૨૮ દરમ્યાન મુંબઇનાં ગવર્નર રહેલા લોર્ડ વિલ્સનની યાદમાં વિલ્સન હિલ્સ નામ આપવામાં આવ્યું હતું. ધરમપુરના છેલ્લા રાજા વિજય દેવજી દ્વારા આ હિલ સ્ટેશનને વિકસાવવાની યોજના બનાવી હતી. પરંતુ ત્યારબાદ આ પ્રોજેક્ટ નિષ્ફળ બનતા તેમની યાદમાં એક સ્મારક જ બનાવી દેવામાં આવ્યું. આ હિલ સ્ટેશનમાં તમને લીલાછમ વાતાવરણનો લાભ પણ મળશે. જ્યાં અમુક મુલાકાત લેવા જવુ પંગારબારી વન્યજીવ અભ્યારણ છે.
વિલ્સન હિલસ્ટેશન વિશ્ર્વના દુર્લભ હિલ સ્ટેશનમાનું એક છે. હિલસ્ટેશનથી વિશાળ દરિયાને ભાણી શકાય છે. જેને મિની સાપુતારા પણ કહેવામાં આવે છે. જો કે અહીં સાપુતારા જેટલા ફરવાના પોઇન્ટ તો નથી પરંતુ હળવી અને ટૂંકી મુસાફરી માટે આ સ્થળ પરિપૂર્ણ છે.
આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ચોમાસું છે, ત્યારે તમને અહીંના વાંકા-ચુંકા રસ્તા, લીલીછમ ચાદર ઓઢેલા પર્વતો, ઉંચાઇ પરથી નીચે પડતા ધોધને માણવાનો લાભ માનસિક થાક ઉતારે છે. જો તમે ચોમાસામાં વિલ્સન હિલ્સે જાવ તો. વાદળોને આંવવાનો અદ્ભૂત અહેસાસ પણ કરી શકો છો. વિલ્સન હિલ્સમાં ફરવા લાયક સ્થળોમાં ભરુમલ મંદિર, માર્બલ છત્રી, સ્ટેપ વેલી, ઓઝોન વેલી, સૂર્યોદ્ય-સૂર્યાસ્ત પોઇન્ટ, શંકર વોટર ફોલ, લેડી વિલ્સન મ્યુઝિયમ, બિલપુડી ઝરણું અચુક મુલાકાત લેવા જોવા સ્થળો છે. વિલ્સન હિલ્સની સરેરાશ ઉંચાઇ ૭૫૦ મંદિરની છે. ઉપર સુધી જો તમે ચાલીને જતા હોય તો ૪૦ મિનિટમાં પહોંચી જશો. જો તમે કુદરત પ્રેમી. અથવા તો ફોટોગ્રાફર હોય તો તમને આ સ્થળ સાથે ચોક્કસથી પ્રેમ થઇ જશે. આ સ્થળની ઉંચાઇ, દ્રશ્યાવલી, વાતાવરણ આનંદ દાયક છે.