રાજકોટ મહાનગર પાલીકા દ્વારા વિવિધ વિકાસના કામો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે શહેરના વોર્ડ નં.૧૮માં રિધ્ધિ-સિધ્ધિ સોસાયટી ખાતે મેટલીંગ કામનો પ્રારંભ થયો છે. આ કામનું ખાતમૂહૂર્ત રાજકોટ ૭૧ના ધારાસભ્ય લાખા સાગઠીયા તેમજ ડેપ્યુટી મેયર અશ્ર્વીન મોલીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે.
વોર્ડ નં.૧૮માં આ મેટલીંગનું કામ નવલાખને નેવું હજાર રૂપીયાના ખર્ચે કરાશે. આ તકે શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, શાસકપક્ષના દંડક અજય પરમાર, બાંધકામ સમિતિનાં ચેરમેન મનીષ રાડીયા અને વોર્ડ નં.૧૮ના પ્રમુખ રાજુ માલધારી, મહામંત્રી દિનેશ લીંબાસીયાએ સંજયસિંહ રાણા અને શૈલેષ પરસાણા સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા