ભારત- પાક.ના સંબંધો સુધરે તેનાથી અમેરીકાની પાકિસ્તાન સાથેની પોલીસીમાં ફેરફારો કરવામાં આવશે નહીં
ભારત – પાક. વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી દુષ્મનાવટની જંગ ચાલતી આવે છે. ત્યારે ટ્રમ્પ ઇચ્છે છે કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાતને ભારત સાથેના સંબંધો સુધારવાની તકો મળે વોશિંગટનમાં ઇન્ટરનેશનલ પીસ દ્વારા યોજાયેલ ઇવેન્ટમાં અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરીએ કહ્યું હતું કે ઇસ્લામાબાદમાં ઘણી સરકાર આવી પણ ભારત સાથેના સંબંધો સુધારવામાં નિષ્ફળ રહી માટે અમે પાક.ના નવા વડાપ્રધાનને ભારત સાથેના સંબંધો સુધારવાની તકો આપવા માંગીએ છીએ.
વધુમાં તેણે ઉમેરયું કે ભારત-પાક.ના સંબંધો સુધરવાથી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની પોલીસીમાં કોઇ ફેરફારો થશે નહીં. અને ઇસ્લામાબાદ સાથેના નાણાકીય વેપારો અને પોલીસીમાં પણ પરિવર્તન કરવામાં આવશે નહીં. હું એટલું કહેવા માંગું છું કે અમે ઇચ્છીએ છીએ કે ભારત-પાક.ના સંબંધો સુધરે તો વૈશ્વિક શાંતિ બની રહે માટે અમે તેમને સ્પેસ આપવા માંગીએ છીએ. તેથી બન્ને દેશો પોતાના સાચા નિર્ણયો લઇ શકે.
અને આતંકવાદીને રોકી શકાય જો અમારા પાકિસ્તાનની મિત્રો તેના અર્થતંત્રને સુધારવા માંગે છે તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના દ્વાર ખુલ્લા જ છે અમે પાકિસ્તાનને પાડવા નથી માંગતા અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન પણ વિશ્વાસનીય બને ચીન સહીતના તમામ દેશોને આપણે વિશ્વશાંતિ તરફ દોરવાના પ્રયાસો કરી શકીએ.