પરમાણુ કરારને લઇ અમેરિકાની મુશ્કેલીઓ વધારી શકે છે ઇરાન
ઇરાનના સુપ્રિમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેયે બુધવારે જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય માટે જો જરુર પડશે તો અણું મથકો બંધ કરી શકે છે જો દેશ માટે આ ન્યુકલીયર પ્લાન્ટની જરુર નહી હોય તો તેને રાખવાનો ફાયદો નથી. ખામેનેયીએ કહ્યું કે ૨૦૧૫ની યુરોપ અને યુએસ સાથેની ન્યુકલીયર ડિલ પણ પાછી ખેંચી લેવાશે. પણ તેનુ કહેવું છે કે ઇરાન સરકારની આર્થિક સ્થીતીને ઘ્યાનમાં લઇ યુરોપિયનનો મુદ્દો પડકારજનક છે. જણાવી દઇએ કે અમેરિકાએ ઇરાન ન્યુકલીયર ડિલથી અલગ થવાની જાહેરાત કરતા આર્થિક પ્રતિબંધની ઘોષણા કરી હતી.
હાલ ઇરાન ભારે આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. ત્યારબાદ ઇરાને પહેલી વખત ડીલથી અલગ થવાની ઇચ્છા દર્શાવી છે ખામેતીએ કહ્યું કે ઇરાન સરકારે પોતાની ઇકોનોમીને ઘ્યાનમાં લઇ યુરોપ દેશો સાથેની ન્યુકલીયર ડીલની આશા ન રાખવી જોઇએ. અમેરિકાને લાગે છે કે તેઓ કોઇપણ પ્રકારે ડીલ મેળવી લેશે. અને ઇસ્લામીક રિપબ્લીકને પણ ખરીદી લેશે. ઉમેનીએ સ્પષ્ટતા કરી હતી કે ઇરાન હવે અમેરિકા સાથે કોઇ ડીલ કરશે નહીં.
આ પરિસ્થિતિ વચ્ચે ઇરાન હવે અમેરિકા માટે મુશ્કેલી બની જશે કારણ કે ૨૦૧૬ મા રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે ન્યુકલીયર ડીલને ખોટી સાબીત કરવાના પ્રયત્નો કર્યા હતા ત્યારે હવે ઇરાન અમેરિકા સાથે કોઇપણ પ્રકારની ડીલ કરવામાં રસ ધરાવતું નથી.