વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના નેપાળ પ્રવાસે છે. આજે સવારે તેઓ કાઠમંડુ પહોંચી ગયા છે. અહીં તેઓ બે ઓફ બંગાલ ફોર મલ્ટીસેક્ટોરલ ટેક્નીકલ એન્ડ ઈકોનોમીક કો-ઓપરેશન (બિમ્સટેક) બેઠકમાં ભાગ લેશે. બિમ્સટેકની આ ચોથી બેઠકમાં વાતચીતનો એજન્ડા સુરક્ષા અને આતંકવાદ હોવાની શક્યતા છે. આંતરિક સંપર્ક અને આર્થિક સહયોગ વધારવા વિશે પણ ચર્ચા થવાની શક્યતા. આ બેઠક ઉપરાંત મોદી બિમ્સટેક નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. વડાપ્રધાન બન્યા પછી મોદીનો આ ચોથી વખત નેપાળ પ્રવાસ છે.

બિમ્સટેકની બેઠક 30-31 ઓગસ્ટ થવાની છે. તેના સાત સભ્ય દેશ છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, શ્રીલંકા, ભૂટાન અને નેપાળ સામેલ છે. બિમ્સટેકમાં દુનિયાની 22 ટકા વસતી આવે છે અને તેનો જીડીપી 2.8 ટ્રિલિયન ડોલર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.