જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ નવાગામના વિખ્યાત તીર્થધામ તલસાણીયા દાદાના મંદિરે આવતીકાલે તા.૩૧ ઓગસ્ટને શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગામોના શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડશે અને ખોબા જેવડા નવાગામમાં મેળા જેવું વાતાવરણ બનશે. આ અંગે મંદિરના મહંત જોગાબાપા સીધી દેખરેખ હેઠળ અનેકાએક સ્વયંસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
લોકોની મનોકામના પૂર્ણ કરતા તલસાણીયા દાદાના મંદિરે બારેમાસ દર્શનાર્થીઓની અવર-જવર રહે છે. તેમની માટે મંદિર દ્વારા ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે પ્રસાદીરૂપે પુરી પાડવામાં આવે છે ત્યારે શુક્રવારે નાગપાંચમના દિવસે ઠેક-ઠેકાણેથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આને ધ્યાનમાં રાખી મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
જસદણના નવાગામ ખાતે કાલે નાગપાંચમના મેળામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
Previous Articleભીમા કોરેગાવ ઈસ્યુના ચળવળકારોને નજરકેદ રાખવા સુપ્રીમનો આદેશ
Next Article જેતપુર સારંગના પુલ નજીક ૪ વર્ષથી નાસતો આરોપી ઝડપાયો