રિલાયન્સ ઈન્ફ્રા હવે બાંધકામ, ડિફેન્સ સેકટર અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને આગળ વધારશે
રિલાયન્સ ઈન્ફ્રામાં નુકસાનથી અને દેણુ વધતા અનિલ અંબાણીએ અદાણી ગ્રુપને રિલાયન્સ એનર્જી ૧૮,૮૦૦ કરોડમાં વહેંચી દીધું છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરની અંદર આવતી રિલાયન્સ એનર્જી ઈલેકટ્રીસીટી જનરેશન પ્લાન્ટ ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં સક્રિય છે.
વેચાણની સાથે જ હવે અદાણી ગ્રુપ ટ્રાન્સમીશનની જવાબદારી સંભાળશે. અદાણી ગ્રુપે કેશ ડિલમાં ખરીદી કરી હતી. રિલાયન્સ એનર્જીને મુંબઈમાં ૩૦ લાખ ગ્રાહકો છે. જેને આવનારા સમયમાં અદાણીનું નામ આપવામાં આવશે. જે વર્તમાન સમયનું સૌથી મોટુ પાવર સેકટર પ્લાન છે.
રિલાયન્સ ઈન્ફ્રા અને અદાણી ટ્રાન્સમીશને ગુરૂવારે એસપીએ પર સાઈન કરી હતી. ઔપચારીક મંજુરી મળતા ડિલ ફાઈનલ કરાઈ છે. રિલાયન્સ એનર્જી પૂર્વ અને પશ્ચીમ મુંબઈનો વિજ પુરવઠો સંભાળે છે. અદાણીએ ખરીદી કરતા તમામ રિલાયન્સના ટ્રાન્સમીશન અદાણી ગ્રુપના થઈ જશે. રિલાયન્સ ઈફ્રાના મુખ્ય અધિકારી અનિલ ઝાલાને સ્પષ્ટ કહ્યું હતું કે, ૧૫ હજાર કરોડ રૂપિયાનું દેણુ ચુકવ્યા બાદ ત્રણ હજાર કરોડ રૂપિયા વશે.
તેમણે જણાવ્યું કે રિલાયન્સ ઈન્ફ્રા હવે કન્ટ્રકશન, ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ અને ડિફેન્સ સેકટરના બિઝનેસ આગળ વધારશે. અનિલે જણાવ્યું કે, દેણુ પતી ગયા પછી બજારમાંથી ફંડ ઉપાડવું સરળ બનશે. રિલાયન્સ ઈન્ફ્રા પાસે હજુ ૧૦ હજાર કરોડની કિંમતોના પ્રોજેકટ છે અને રિલાયન્સ ભારતની સૌથી મોટી કન્ટ્રકશન કંપની છે.