શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજની અધ્યક્ષતામાં આયોજીત સર્જન ફાઉન્ડેશનના સમારોહમાં મહાપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ અને લોકસભાના પ્રભારીઓનું ઉષ્માભેર સન્માન
સતત છેલ્લા બે વર્ષથી સામાજીક અને સેવાકીય ક્ષેત્રે પ્રવૃતિ કરતી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા સર્કિટ હાઉસ ખાતે ઉદઘાટક કૃષિમંત્રી આર.સી.ફળદુ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજની વિશેષ ઉપસ્થિતિમાં મ્યુનિ.કોર્પોરેશનના નવનિયુકત પદાધિકારીઓ અને લોકસભાના પ્રભારી બનતા સર્વે મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહનું દિપ પ્રાગટય કરી કૃષિમંત્રી આર.સી.ફળદુએ રાજકોટ તો સેવાની નગરી છે તેમ જણાવી સર્જન ફાઉન્ડેશન અને તેની ટીમ દ્વારા ગરીબ બાળકોને કપડા, અબોલ પશુ, પંખીઓ માટેની કામગીરી તથા નિરાધાર વૃદ્ધાશ્રમની બહેનોને ધાર્મિક યાત્રા પ્રવાસ જેવા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને નિતીનભાઈ ભારદ્વાજ સર્જન ફાઉન્ડેશન અને તેની સમગ્ર ટીમને સેવાકીય પ્રવૃતિ કરવા બદલ ખુબ ખુબ ખભિનંદન પાઠવ્યા હતા. મેયર બીનાબેન આચાર્યનું સર્જન ફાઉન્ડેશનની ટીમે શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. આ તકે મેયર બીનાબેન આચાર્ય ભાવવિભોર બની સમગ્ર ટીમને ખરા હૃદયપૂર્વક આભાર માની સર્જન ફાઉન્ડેશન વધુને વધુ પ્રગતિ સાધી સેવાકીય કાર્યો કરતી રહે તેવી શુભેચ્છા સાથે સદાય સર્જન ફાઉન્ડેશન સાથે રહીશ તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત સુરેન્દ્રનગર ભાજપ લોકસભાના પ્રભારી નિયુકત થતા ભાનુબેન બાબરીયાનું મોહીનીકુંવરબા જાડેજા, કંચનબેન સિઘ્ધપુરા અને માધવીબેન ઉપાધ્યાય તેમજ જામનગર ભાજપ લોકસભાના પ્રભારી નિયુકત થતા રૂપાબેન શીલું નું રમાબેન હેરભા, દીપાબેન કાચા, દેવયાનીબેન રાવલ સહિતના મહિલા આગેવાનોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ સાથે આસામ ગૌહાટી કામાખ્યા દેવી મંદિરના મહંત ગોવિંદગીરીબાપુ અને માધવગીરીબાપુનું સન્માન રાજકોટ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઈ પરમારે કર્યું હતું. આ પ્રસંગે રાજકોટની અનેક સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ ભાગ્યેશ વોરા, મનોજભાઈ ડોડીયા, જેસીઆઈના રચનાબેન ‚પારેલ સહિતના અનેકઅગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.